પ્રવીણ તોગડિયાએ કર્યું ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થન કહ્યું, હિન્દુઓના દેશમાં કાર્યક્રમ નહીં થાય તો શું મક્કા મદીનમાં થશે?
વડોદરા: પ્રવિણ તોગડિયા ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન વડોદરાના રાજમહેલ રોડ પર આવેલી જૂની કાછીયાવાડ સ્થિત કોઠી ફળિયામાં આવેલા શ્રીકૃષ્ણ મંદિરના 45માં પાટોત્સવમાં હાજરી…
ADVERTISEMENT
વડોદરા: પ્રવિણ તોગડિયા ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન વડોદરાના રાજમહેલ રોડ પર આવેલી જૂની કાછીયાવાડ સ્થિત કોઠી ફળિયામાં આવેલા શ્રીકૃષ્ણ મંદિરના 45માં પાટોત્સવમાં હાજરી આપી હતી. આ દરમિયાન પ્રવીણ તોગડિયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત કાર્યક્રમને લઈ નિવેદન આપ્યું કે, હિન્દુઓના દેશમાં કાર્યક્રમ નહીં થાય તો શું મક્કા મદીનમાં થશે?
વડોદરામાં પ્રવીણ તોગડિયા આકરા મૂડમાં જોવા મળ્યા હતા. લવ જેહાદને લઈ તેમણે કહ્યું કે, કેરાલા ફિલ્મ દેશમાં ચાલી રહી છે. એ ભારતમાં હિન્દુઓની બહેન બેટીઓ સલામત નથી, એનું ડોક્યુમેન્ટ છે. જો દેશમાં હિન્દુઓની બહેન-બેટીઓ સલામત ન હોય તો ચુલ્લુભર પાણીમાં ડૂબી જવુ જોઇએ અને ફરીથી હિન્દુની બહેન-બેટીઓ અસલામત ન બને તે માટે દેશમાં એન્ટી લવ જેહાદ કાયદો અને મુસલમાનોની વસ્તી વધારો રોકવા માટે વસ્તી વધારો નિયંત્રિત કરવાનો કાયદો કરવાની માંગણી કરવી જોઇએ. નહીંતર વડોદરા ફિલ્મ પણ બનશે, સુરત અને કર્ણાવતી ફિલ્મ પણ બનશે.
કર્યો આ સંકલ્પ
પ્રવીણ તોગડિયાએ સંકલ્પ કરતાં કહ્યું કે, અમારો સંકલ્પ છે કે, હિન્દુસ્તાનમાં એકપણ બહેન-બેટીઓને લવજેહાદનો ભોગ નહીં બનવા દઇએ. ન અમારો દિકરો કનૈયો બનશે કે ન અમારી દિકરી શ્રદ્ધા બનશે. આવુ કરવાવાળાને ભારતમાં જડબાતોડ જવાબ આપીશું, અમે ફરીથી ભારતમાં હિન્દુ શેરને જગાડવા માંગીએ છીએ. જેઓએ બાબરની છાતી પર પગ મૂકીને રામમંદિર બનાવ્યું હતું.
ADVERTISEMENT
રામનવમી દરમિયાન થયેલ હુમલાને લઈ આપ્યું આ નિવેદન
રામનવમી પર જ હુમલો કેમ થાય છે. કેમ હિન્દુનો છોકરો કિશન ભરવાડ કનૈયા મરી રહ્યો છે. કેમ મહોરમ પર હુમલો થઇ રહ્યા નથી. આ દેશમાં ક્યાં સુધી હિન્દુ માર ખાશે. અમે હિન્દુઓને જગાડવા માટે દેશના લાખો ગામોમાં, શહેરોની કોલોની અને સોસાયટીઓમાં દર શનિવારે હનુમાન ચાલિસાના પાઠ શરૂ કરાવીને ભગવાન હનુમાનજીની ગદા દરેક ગામ અને ગલીઓમાં ઉઠશે.
ધીરેન્દ્ર શાસ્ત્રીને કર્યું સમર્થન
ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત કાર્યક્રમને લઈને રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાતમાં દિવ્ય દરબાર અંગે પ્રવિણ તોગડિયાએ જણાવ્યું હતું કે, હિન્દુઓના દેશમાં કાર્યક્રમ નહીં થાય તો શું મક્કા મદીનમાં થશે? જ્યાં પણ અશાંતધારો છે, ત્યાં એકપણ હિન્દુની મિલકત વેચાવી ન જોઇએ. હું આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બંજરગ દળને કહીશ કે, આંદોલન કરો અને કોઇ મિલકત વેચાતી હોય તો વેચવાની જવાબદારી સરકારની છે.
ADVERTISEMENT
ADVERTISEMENT