VIDEO જાહેર કરી AAP નેતા ગુલાબસિંહ પર પ્રગતિ આહીરે લગાવ્યા ગંભીર આરોપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ :  જેમ જેમ ચૂંટણી નજીક આવતી જઇ રહી છે તેમ તેમ પાર્ટીઓ એક પછી એક પોતાના પત્તા તો ખોલી જ રહી છે સાથે સાથે અન્ય પાર્ટીઓ પર છાંટા પણ ઉડાડતી રહે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રગતિ આહીર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

જેમાં ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રભારી ગુલાબસિંહ યાદવ પર એક મહિલાએ ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. જેના તરફથી પ્રગતિ આહીર દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. પ્રગતિ આહિરી તે મહિલા તરફથી આરોપો લગાવ્યા કે, ગુલાબસિંહ યાદવ દ્વારા તેને ટિકિટ આપવાની લાલચ આપીને શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુલાબસિંહે અન્ય અનેક યુવતીઓનું શોષણ કર્યું હોવાના આરોપો લગાવ્યા છે. જો કે આમાં કેટલું સત્ય છે તે અંગે કોઇ માહિતી મળી નથી રહી પરંતુ હાલ તો આ મુદ્દે કોંગ્રેસ દ્વારા આરોપો લગાવવામાં આવ્યા છે.

ADVERTISEMENT

પ્રગતિ આહિરે કહ્યું કે, આ તમારૂ દિલ્હીનું કલ્ચર તમારી પાસે રાખજો આ ગાંધી અને સરદારનું ગુજરાત છે. આમ આદમી પાર્ટી ત્રણ D થી ચાલે છે, દંડા, દારૂ અને ડ્રગ્સ પરંતુ હવે ચોથો ડી પણ ઉમેરાઇ ગયો છે દુષ્કર્મ. આમ આદમી પાર્ટી ચાર ડી પર જ ચાલી રહી છે. માત્ર શિક્ષણ અને આરોગ્યની મોટી મોટી વાતો કરે છે પરંતુ સત્ય કંઇક અલગ જ છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં આ પ્રકારનું હિનકૃત્ય કરી રહ્યા છે. આમઆદમી પાર્ટી પર આ ગુજરાતની મહિલાઓ ભરોસો કરશે? કયા મોઢે આમ આદમી પાર્ટીના નેતાઓ મત માંગવા જશે. મારી વિનંતી છે કે, અનેક લાલચો અને વાયદાઓ આવશે પરંતુ આવા બહેરૂપિયાઓથી ધ્યાન રાખજો. જો કે આની સત્યતા અંગે જ્યારે કોંગ્રેસને પુછાયું તો તેમણે કહ્યું કે, આ તો અમારા સુધી પણ મીડિયાના માધ્યમથી આવ્યું છે. જેથી તેમણે પણ સત્યતા અંગે કોઇ પૃષ્ટી કરી નહોતી. માત્ર વીડિયો હાથમાં આવ્યો અને પત્રકાર પરિષદ કરી દીધી તેવું લાગી રહ્યું હતું. GUJARAT TAK પણ આ વીડિયોની કે દાવાની કોઇ પૃષ્ટી કરતું નથી.

    follow whatsapp

    ADVERTISEMENT