EXCLUSIVE: અમદાવાદમાં INDvsAUS ટેસ્ટ મેચમાં કોમેન્ટ્રી કરતા દેખાશે PM મોદી!
અમદાવાદ: બોર્ડર-ગાવસ્કર સીરિઝની ચોથી ટેસ્ટ મેચ જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 9 માર્ચથી શરૂ થવાની છે. આ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને…
ADVERTISEMENT
અમદાવાદ: બોર્ડર-ગાવસ્કર સીરિઝની ચોથી ટેસ્ટ મેચ જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 9 માર્ચથી શરૂ થવાની છે. આ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની ઓલબેનિસ અમદાવાદ આવવાના છે. બંને દેશના વડાપ્રધાન અમદાવાદમાં આવેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં એકસાથે બેસીને ટેસ્ટ મેચ નિહાળશે. ત્યારે ખાસ માહિતી મુજબ PM મોદી આ દરમિયાન કોમેન્ટ્રી બોક્સમાં પણ જોવા મળી શકે છે.
શું હશે વડાપ્રધાનનો કાર્યક્રમ?
ભારત-ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ જોવા માટે PM નરેન્દ્ર મોદી 8મી માર્ચે રાત્રે 10 વાગ્યે અમદાવાદ પહોંચી જશે. વડાપ્રધાન ગવર્નર હાઉસમાં રાત્રિ રોકાણ કરશે, જ્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પણ 8મી માર્ચે અમદાવાદ પહોંચશે. બંને વડાપ્રધાન 9મીએ સવારે લગભગ 8 વાગ્યે સ્ટેડિયમ પહોંચશે. મેચની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન બંને દેશના ક્રિકેટ ખેલાડીઓને મળશે. અહીં બંને વડાપ્રધાન લગભગ 2 કલાક એટલે કે 10 થી 10-30 સુધી અહીં રોકાશે.
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયન PM સાથે મોદી પણ દેખાશે કોમેન્ટ્રી બોક્સમાં
આ દરમિયાન એવું માનવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન બંને મેચ જોઈ શકે છે અને મેચ દરમિયાન કોમેન્ટ્રી પણ કરી શકે છે. જ્યાં વડાપ્રધાન મોદી સ્ટેડિયમમાંથી નીકળ્યા બાદ સીધા રાજભવન જશે. જ્યાંથી બપોરે 2 વાગે દિલ્હી જવા રવાના થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ પહેલી વખત અમદાવાદમાં ટેસ્ટ મેચ રમાવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ વર્તમાન બોર્ડર-ગાવસ્કર સીરિઝમાં સારું પ્રદર્શન કર્યું છે અને સીરિઝમાં 2-1ની લીડથી આગળ છે. ખાસ તો ભારત છેલ્લા 15 વર્ષથી અમદાવાદમાં એક પણ ટેસ્ટ મેચ હાર્યું નથી એવામાં આ ટેસ્ટ પણ જીતીને ટીમ ઈન્ડિયાનો ઈરાદો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં સ્થાન નક્કી કરવાનું હશે.
મેચને પગલે મેટ્રોના સમયમાં ફેરફાર કરાયો
બીજી તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ટેસ્ટ મેચના પગલે મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 9મી માર્ચથી શરૂ થતી એટલા માટે 9 થી 13 માર્ચ વચ્ચે મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 9 માર્ચે મેચને પગલે મેટ્રો સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે. ઉપરાંત, 12 મિનિટની ફ્રીક્વન્સી સેટ કરવામાં આવી છે. એટલે કે તમે દર 12 મિનિટે મેટ્રો મેળવી શકો છો. આ સિવાય 10 થી 13 માર્ચ દરમિયાન મેટ્રોનો સમય સવારે 7 થી રાત્રે 10 સુધી રાખવામાં આવ્યો છે. આ દિવસે પણ ફ્રીક્વન્સીને વધારીને 12 મિનિટ કરવામાં આવી છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT