Ph.D controversy: કચ્છ યુનિવર્સિટીમાં કલાકો સુધી તાળાબંધી, શિક્ષણ કાર્ય રહ્યું બંધ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ph.D controversy: લાંબા સમયથી અટકેલા કચ્છ માં પી.એચડી. (ડોક્ટર ઓફ ફિલોસોફી)ના અભ્યાસક્રમનો વિવાદનો અંતે સાચા અર્થમાં નિવેડો આવી ગયો છે અને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ છાત્રો દ્વારા કરાયેલા દિવસભરના ધરણાં, સૂત્રોચ્ચાર, ધૂન અને બપોર પછીના તાળાબંધી જેવા આકરા પગલાંનું તપ ફળ્યું હતું. યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા જે ગાંધીનગરથી મંજૂરી ન આવતી હોવાનું કારણ આગળ ધરાતું હતું અને ઉકેલ સચિવાલયમાંથી મળેલા તાબડતોબ મંજૂરીપત્રના ફળમાં મળ્યો હતો. દરમ્યાન યુનિવર્સિટી દ્વારા સત્તાવાર રીતે જણાવાયા મુજબ 2022ના નિયમ અનુસાર અને જે અગાઉથી માન્ય ગાઇડો છે જ એમાં પી.જી. ડિપાર્ટમેન્ટના પ્રાધ્યાપકોના નેજા હેઠળ પરીક્ષા બાદ પાત્ર ઠરેલા વિદ્યાર્થીઓની નોંધણી શરૂ થઇ જશે. ટૂંકમાં મેરિટ યાદી જાહેર થશે.

‘ઘણી રાહ જોઇ, હવે આજે જ જવાબ જોઇએ’

જુલાઇ મહિનામાં એવી વિગત બહાર આવી હતી કે, જાન્યુઆરીમાં લેવામાં આવેલી પરીક્ષાના સફળ ઉમેદવારોની માન્યતા જુલાઇ-24 સુધી રહેવાની છે અને જૂની માન્ય ગાઇડને છાત્રોની ફાળવણીની પ્રક્રિયા શરૂ કરી દેવાશે. જ્યારે જેમની સામે વાંધો છે એવા નવી ફાળવણીવાળી ગાઇડની ક્રુટિની થશે પરંતુ કંઇ ન થયું અને અંતે સપ્ટેમ્બરના અંતે વિદ્યાર્થીઓ વિફર્યા હતા. સોમવારે સવારે એવું ઠાનીને આવ્યા હતા કે મંજૂરી પત્ર લઇને જ જશું. સત્તાધીશોને બાનમાં લઇને આગ્રહ કર્યો હતો કે ઘણી રાહ જોઇ, હવે આજે જ જવાબ જોઇએ. ઇ. કુલપતિ અને રજિસ્ટ્રાર દ્વારા ગાંધીનગર શિક્ષણ વિભાગને પત્ર લખીને પરિસ્થિતિથી વાકેફ કરાયા બાદ પણ જવાબ ન આવતાં અંતે છાત્રોએ કુલપતિની ચેમ્બર સિવાય તાળાબંધી અભિયાન હાથ ધરી લડત ઉગ્ર બનાવી હતી.

PM Gujarat Visit: અમદાવાદ પહોંચ્યા PM, ભાજપ નેતાઓ સાથે રોડશો- Video

એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યારે આંદોલનના ભાગરૂપે તમામ વિભાગો બંધ કરાવવામાં આવ્યા હતા યુનિવર્સિટીનું વહીવટી બિલ્ડીંગ તેમજ એ, બી, સી અને ડી બ્લોક બંધ કરાવી ટીચિંગ અને નોન ટીચિંગ કાર્ય બંધ કરવામાં આવ્યું હતું. તેમજ યુનિવર્સિટીમાં લાઈટો પણ બંધ કરી દેવામાં આવી હતી. જ્યાં સુધી પ્રશ્નનો ઉકેલ ન આવે અથવા કોઈ હકારાત્મક નિર્ણય ન લેવાય ત્યાં સુધી સંકુલ ન છોડવાની પણ તૈયારી બતાવી હતી.

ADVERTISEMENT

એબીવીપીના સંયોજક શિવરાજસિંહ જાડેજાએ કહ્યું કે, અંતે છાત્રશક્તિ વિજયી બની છે અને શિક્ષણ વિભાગના સેક્શન અધિકારીને પત્ર દ્વારા જવાબ આપ્યો હતો કે, વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઇને 2022માં યુજીસી રેગ્યુલેશન મુજબ પ્રવેશ કાર્યવાહી આગળ વધારવાની મંજૂરી આપવામાં આવે છે. આ પત્રના આધારે કુલસચિવ દ્વારા પણ એબીવીપીને લેખિત બાંહેધરી આપવામાં આવી કે પી.એચડી. પ્રવેશ પરીક્ષાનું પરિણામ માન્ય રાખીને માન્ય ગાઇડો છાત્રોને ફાળવાશે. દરમિયાન કુલસચિવ ડો. બુટાણીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, તો કાલથી જ પ્રક્રિયા શરૂ થશે. અંતિમ મેરિટ યાદી બહાર પાડી દેવાશે.

(કૌશિક કાંટેચા, કચ્છ)

    follow whatsapp

    ADVERTISEMENT