અમદાવાદના માણેકચોકમાં રાતોરાત શું નવું થયું? લોકો નીચે પ્લાસ્ટિક પર બેસીને જમવા મજબૂર

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરમાં રાતના સમયે ખાણી-પીણીનું નામ આવતા જ સૌ કોઈને મોઢામાં પહેલું નામ માણેકચોકનું આવે. વર્ષોથી માણેકચોકના રાત્રિ બજારમાં સ્વાદના રસિકો રાત્રિ ભોજનનો આનંદ માણવા માટે જતા હોય છે. ત્યારે માણેક ચોકમાં લાગેલી લારીઓ અને ફૂડ સ્ટોલમાંથી અચાનક ટેબલ-ખુરશીઓ હટી જતા લોકો પણ વિચારમાં પડી ગયા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી માણેકચોકમાં લોકો પાથરણા પર બેસીને જમી રહ્યા છે.

માણેકચોકમાંથી વેપારીઓએ કેમ હટાવ્યા ટેબલ-ખુરશી?
એક ન્યૂઝ રિપોર્ટ મુજબ, માણેકચોકના ખાણીપીણી બજારમાં AMC દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. રસ્તા પરના દબાણ દૂર કરવાના હેતુથી સ્ટોલીની આગળ મૂકવામાં આવતા ટેલબ-ખુરશી હટાવી લેવાનો આદેશ કરાતા વેપારીઓએ રોડ પર પ્લાસ્ટિક પાથરી દીધા હતા. એવામાં રાત્રે માણેકચોક આવનારા લોકોને નીચે બેસીને જમવું પડી રહ્યું છે. તેમાં પણ ખાસ મોટી ઉંમરના વડીલોને નીચે બેસવામાં તકલીફ પડી રહી છે.

ADVERTISEMENT

વેપારીઓએ AMC સામે શું આક્ષેપ કર્યો?
આ મામલે વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે AMC દ્વારા જુદા જુદા નિયમો બહાર પાડીને તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે, માણેકચોકમાં દિવસ દરમિયાન સોની બજાર ધમધમે છે. જ્યારે રાતના સમયે દુકાનો બંધ થઈ જતા ત્યાં ખાણી-પીણીનું માર્કેટ શરૂ થાય છે અને મોડી રાત સુધી લોકો ત્યાં આવતા હોય છે. ખાસ કરીને ગોટાળા ઢોંસા, આઈસક્રીમ સેન્ડવીચ અને પાઉભાજી માટે જાણીતા માણેક ચોકમાં અમદાવાદ જ નહીં અન્ય શહેરોના લોકો તથા વિદેશથી આવનારા લોકો પણ મુલાકાત લેતા હોય છે અને રાતના માહોલનો આનંદ માણતા હોય છે.

    follow whatsapp

    ADVERTISEMENT