VIDEO: ડ્રાઈવર Reels જોવામાં મસ્ત! હાથમાં મોબાઈલ અને 'ભગવાન ભરોસે' કોણી પર ચાલતી ST બસ

ADVERTISEMENT

panchmahal ST Bus driver mobile use video viral
સરકારી બસના ચાલકની બેદરકારી
social share
google news

ST Bus Driver Video Viral: 'એસટી અમારી, સલામત સવારી' સરકારી બસના આ સૂત્રનો છેદ ઉડાડતી વધુ એક ST બસ જોવા મળી છે. પંચમહાલમાં એસટી બસના ડ્રાઈવરનો બિન્દાસ્ત અને જોખમી અંદાજનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. દાહોદથી અમદાવાદ તરફ જતી એસટી બસમાં ચાલક બિન્દાસ્ત બની મોબાઈલનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો. ST બસનો ડ્રાઈવર એક્સપ્રેસ વે પર સ્ટિયરિંગ પર બંને હાથની કોણી રાખીને મોબાઈલ ચલાવી રહ્યો હતો. એટલું જ નહીં સાથે બસ પણ પુરપાટ ઝડપે દોડાવીને ઓવરટેક કરી રહ્યો હતો.

બસમાં સવાર એક જાગૃત મુસાફરે પોતાના મોબાઈલમાં વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. એસટી બસ ચાલકની આવી હરકત જોઈને બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. વાહન ચલાવતા સમયે મોબાઈલમાં વ્યસ્ત રહેવાથી ક્યારેક શરતચુકથી કોઈ મોટી દુર્ઘટના બની શકે છે. જોકે, આવા ST બસ ચાલક દ્વારા વારંવાર અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. જો ST વિભાગ દ્વારા કોઈ કડક કાર્યવાહી કે નિયમ નહીં લાવવામાં આવે તો બેફામ થઈને નીકળેલા આવા બસ ચાલકો અનેક નિર્દોષોનો ભોગ લઈ શકે છે.

(ઈનપુટ: જયેન્દ્ર ભોઈ - પંચમહાલ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT