રૂપાલા સામે ભભૂકતો આક્રોશઃ પી.ટી જાડેજાએ કહ્યું- રૂપાલાને હટાવો, મોદી સાહેબને 400 નહીં 440 સીટ અપાવીશું

ADVERTISEMENT

 Parasottam Rupala Statement Controversy
રાજકોટમાં મહાસંમેલન યોજાશે
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

પરસોત્તમ રૂપાલા સામે હજુ પણ ક્ષત્રિય સમાજમાં આક્રોશ

point

રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે

point

રાજપૂતોના મહાસંમેલનમાં 5 લાખ લોકો હાજર રહેશે

Parasottam Rupala Statement Controversy: કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે હજુ પણ ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે જામનગર, અમરેલી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્રો પાઠવવામાં આવ્યા છે. આ મામલે ક્ષત્રિય સમાજ જરાય નમતુ જોખવાના મુડમાં જોવા મળી રહ્યો નથી. તેઓની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની જગ્યાએ કોઈ અન્ય ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે. આગામી દિવસોમાં રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન પણ યોજાવા જઈ રહ્યું છે. 

આ પણ વાંચોઃ ક્ષત્રિય અગ્રણીઓમાં ભાગલા?: જયરાજસિંહે કહ્યું-'વિવાદ પૂર્ણ', તો પદ્મિનીબાએ કહ્યું- 'રાજકીય રોટલા શેકવાના બંધ કરો'

 

ADVERTISEMENT

રાજકોટમાં યોજાશે મહાસંમેલન

આ મામલે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી જાડેજાએ કહ્યું કે, આગામી 6 અને 7 એપ્રિલના રોજ રાજકોટ ખાતે મહાસંમેલન બોલાવવામાં આવશે. જેમાં આશરે 5 લાખ લોકો હાજર રહેશે. અમારી એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. પરસોત્તમ રૂપાલાને રાજકોટ નહીં પરંતુ એકપણ જગ્યાએથી ટિકિટ આપવામાં ન આવે. અમારો ભાજપ સાથે કોઈ વિરોધ નથી કે અન્ય કોઈ સમાજ સાથે કોઈ વિરોધ નથી. અમારો વિરોધ પરસોત્તમ રૂપાલા સાહેબ સામે છે.

આ પણ વાંચોઃ Controversial Statement: ગોંડલમાં રાજકીય આગેવાનોએ સમાધાન કર્યું, અમારો વિરોધ ચાલું છેઃ વીરભદ્રસિંહ જાડેજા

 

ADVERTISEMENT

હું કોઈનાથી ડરવાનો નથીઃ પી.ટી જાડેજા

પી.ટી જાડેજાએ કહ્યું કે, મને છેલ્લા 2 દિવસથી ધમકીના ફોન આવી રહ્યા છે, હું કોઈનાથી ડરવાનો નથી અને સમાજની પડખે જ ઉભો રહેવાનો છું. અમારી મોદી સાહેબને વિનંતી છે કે પરસોત્તમ રૂપાલાને હટાવવામાં આવે.મોદી સાહેબનો ટાર્ગેટ 400 સીટનો છો, ભારતમાં અમે 22 કરોડ ક્ષત્રિયો છીએ. અમે 400 નહીં 440 સીટ અપાવીશું. ક્ષત્રિય સમાજ હંમેશા મોદી સાહેબની સાથે સાથે ઉભો રહ્યો છે અને ઉભો રહેશે, પરંતુ આ અમારા બધાનું અપમાન છે. અમારી એક જ વિનંતી છે કે પરસોત્તમ રૂપાલાને બદલે અન્ય કોઈપણને ટિકિટ આપો. 

ADVERTISEMENT

આ પણ વાંચોઃ સમાજનું હિત એ જ મારું હિત', પરસોત્તમ રુપાલાના વિરોધમાં રાજ શેખાવતનું ભાજપમાંથી રાજીનામું

 

'ગોંડલમાં રાજકીય સંમેલન યોજાયું હતું'

ગોંડલમાં યોજાયેલા સંમેલનનો ઉલ્લેખ કરતા તેઓએ કહ્યું કે, રૂપાલાએ જે નિવેદન કર્યું તે અયોગ્ય છે. આ રાજપૂતાણીઓનું અપમાન છે, જે શાંખી લેવામાં નહીં આવે. ગોંડલમાં મળેલી બેઠક એ રાજકીય આગેવાનોએ કરેલી બેઠક હતી. જે ક્ષત્રિય સમાજને માન્ય નથી. સમાધાન એક જ વાતથી થશે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. 

    follow whatsapp

    ADVERTISEMENT