ગુજરાતમાં આવેલું છે ઐતિહાસિક સરસ્વતી માતાનું મંદિર, વસંતપંચમીએ દર્શનનું અનોખું છે મહાત્મય
શક્તિસિંહ રાજપુત/અંબાજી : શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો…
ADVERTISEMENT
શક્તિસિંહ રાજપુત/અંબાજી : શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું હોવાથી ભક્તો મોટી સંખ્યામાં અવારનવાર દર્શન કરવા આવે છે. દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અંબાજી ખાતેમાં અંબાના મંદિર સિવાય વિવિધ ભગવાનના મંદિર આવેલા છે. અંબાજીથી 7 કિલોમીટર દુર કોટેશ્વર મહાદેવ સરસ્વતી કુંડ પાસે સરસ્વતી ભગવાનની ગુફા અને તેમા સરસ્વતી ભગવાનનું મંદિર આવેલું છે.
વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાજીના પુજનનું અદ્ભુત મહાત્મય
આજે વસંત પંચમીના પવિત્ર દિવસે સરસ્વતી માતાજીનો પ્રાગટ્ય દિવસ તરીકે ઓળખાય છે, એટલે આજે સરસ્વતી મંદિર ખાતે ભગવાનને શણગાર કરવામાં આવ્યો હતો. માતાજીને ધુપ, દીપ સહીત નૈવેદ્ય ધરાવવામાં આવ્યો હતો. અંબાજીથી 7 કિલોમીટર દૂર કોટેશ્વર ધામ આવેલું છે. આ કોટેશ્વર ખાતે સરસ્વતી નદીનું ઉદગમ સ્થાન હોઈ અહીંથી પ્રાચીન અને પવિત્ર સરસ્વતી નીકળે છે. આ સરસ્વતી નદીનું પાણી ગૌમુખ દ્વારા જે કુંડમાં પડે છે. તે કુંડને સરસ્વતી કુંડ તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી અને આસપાસના લોકો સિવાય બહારના ભક્તો જયારે પણ કોટેશ્વર ધામની મુલાકાત કરે ત્યારે તેઓ સરસ્વતી માતાજીના અને શિવ મંદિરના દર્શન અચૂક કરે છે. આ સરસ્વતી માતાજીનું મંદિર સમગ્ર દાંતા તાલુકામાં અતિ પ્રાચીન અને પૌરાણીક છે.
અરવલ્લી પર્વતમાળા વચ્ચે આવેલું છે કોટેશ્વર મહાદેવ
આ મંદિરમાં બાળકો અને બાળકીઓ સરસ્વતી માતાજીના દર્શન કરવા આવે છે. આ ગુફામાં આવેલા માતાજીના દર્શન કરવાથી બાળકો ભણવામાં હોશિયાર થાય છે અને તેઓ આગળ જઈને ઉચ્ચ હોદ્દા પર બેસતા હોય છે. ઘણા ઓછા ભક્તોને ખબર હશે કે, અંબાજી નજીક અરાવલી પર્વતમાળા વચ્ચે આવેલા કોટેશ્વર ગામમાં શિવ મંદિર, સરસ્વતી કુંડ, વાલ્મીકી આશ્રમ અને સરસ્વતી માતાજીનું અતિ પ્રાચીન અને પૌરાણીક મંદિર આવેલું છે.
ADVERTISEMENT
અતિપ્રાચીન સરસ્વતી માતાનું મંદિર
વસંત પંચમીએ કોટેશ્વરના મહારાજ વિષ્ણુભાઈ શાસ્ત્રીએ કહ્યું કે, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકના કોટેશ્વર મહાદેવ ખાતે વાલ્મીકી આશ્રમ અને સરસ્વતી નદીનું ઉદગમ સ્થાન આવેલું છે. અહીં સરસ્વતી નદીના કુંડ પાસે પ્રાચીન સરસ્વતી માતાજીનું મંદિર આવેલું છે. અહીં પુજા અર્ચના કરતા વિષ્ણુભાઈ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, આજે દરેક લોકોએ સરસ્વતી માતાજીના દર્શન કરવા જોઈએ અને પોતાના ઘરે સરસ્વતી માતાજીનું પુજન કરી પ્રસાદ ધરાવવો જોઈએ. આજે સરસ્વતી માતાજીનો પ્રાગટ્ય દિવસ છે. દાંતા તાલુકામાં પ્રાચીન સરસ્વતી માતાજીનું મંદિર કોટેશ્વર ખાતે આવેલું છે. આજે અમે માતાજીના ગુફામાં આવેલા મંદિરમાં પૂજન અર્ચન કરી આરતી કરી પ્રસાદનો ભોગ ધરાવ્યો હતો.
અન્નની કુંપળો ચડાવવાની અનોખી પરંપરા
વસંતપંચમી ગુજરાતી પંચાંગ મુજબ મહાસુદ પાંચમના દિવસે ઉજવવામા આવે છે. આ તહેવારને આ તહેવાર ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં કે જાન્યુઆરી મહિનાના અંતમાં આવતો હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, કૃષ્ણ, રાધા અને માતા સરસ્વતીને પીળા રંગનાં વસ્ત્રો અને ફૂલોથી શણગારીને ગુલાલ, ધૂપ-દીપ અને જળ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવતી હોય છે. વસંત પંચમીના દિવસે જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી દેવીનો જન્મ થયો હતો. તેથી આ દિવસે દેવી સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. પુરાતન યુગમાં આ દિવસે રાજા સામંતો સાથે હાથી પર બેસીને નગર ભ્રમણ કરતા મંદિરમાં પહોંચ્યા હતા. ત્યા વિધિપૂર્વક કામદેવની પૂજા કરવામાં આવતી હતી અને દેવતાઓ પર અન્નની કૂંપળો ચઢતી હતી.
ADVERTISEMENT
વસંત પંચમીએ તાજો પાક ચડાવવાનું મહાત્મય
વસંત પંચમી પર આપણા પાક, ઘઉં, ચણા, જવ વગેરે તૈયાર થઈ જાય છે. તેથી તેની ખુશીમાં આપણે વસંત પંચમીનો તહેવાર ઉજવીએ છીએ. સંધ્યા સમયે વસંતનો મેળો લાગે છે. જેમા લોકો પરસ્પર એકબીજાના ગળે ભેટીને પરસ્પર સ્નેહ, મેળાપ અને આનંદનુ પ્રદર્શન કરે છે. ક્યાક ક્યાક વસંતી રંગની પતંગો ઉડાવવાનો કાર્યક્રમ ખૂબ જ રોચક હોય છે. આ તહેવાર પર લોકો વસંતી કપડા પહેરે છે અને વસંતી રંગનુ ભોજન કરે છે અને મીઠાઈઓ વહેંચે છે. વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્ર પહેરવાની પ્રથા છે. જો કે આજે શહેરોમાંથી તે લુપ્ત થઈ ગઈ છે. ગામડાઓમાં જરૂર તેનો થોડો પ્રભાવ જોવા મળે છે. હા પણ વસંત પંચમીના દિવસે ગાજરનો હલવો, કેસરિયા ભાત કે કેસરિયા ખીર ખાઈને આજે પણ વસંત પંચમીનો ઉલ્લસ ઉમંગ પ્રગટ થાય છે. પરિવારમાં પ્રસન્નતાનુ વાતાવરણ બને છે.
ADVERTISEMENT
મુદ્દાઓ…
1.દાંતા તાલુકાનું પ્રથમ મંદિર .
2. સરસ્વતી નદીના કિનારે આવેલું પ્રાચીન મંદિર.
3. વસંત પંચમીએ ધુપ દીપ અને નૈવેદ્ય ધરાવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT