ડીસામાં લવજેહાદ મુદ્દે ભાજપના ધારાસભ્ય લાલઘૂમ કહ્યું, રાજનીતિ ગઈ ખાડામાં 

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર, બનાસકાંઠા: ડીસામાં લવજેહાદનો વિરોધ કરવા માટે 5000થી વધુ લોકોની મહારેલી યોજાઇ હતી. આ રેલીમા હિન્દૂ સમાજના હજારો વેપારીઓ, યુવાનો અને સંગઠનો જોડાયા હતા.ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રેલી કાઢવામાં આવી હતી. જેમાં ડીસા ધારાસભ્ય શશીકાંતભાઈ પડ્યાં પણ રહ્યાં હાજર રહ્યા હતા. લવજેહાદના વિરોધ મામલે ડીસામાં આજે હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસાના તમામ મોટા સંગઠનો આજે આ બંધના એલાનમાં સમર્થનમાં આવ્યા હતા. રેલી બાદ પ્રાંતને આવેદન આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભાજપના ધારાસભ્ય રોષે ભરાયા હતા અને કહ્યું કે રાજનીતિ ગઈ ખાડામાં

શુ હતો લવજેહાદ મામલો ?
ડીસામાં થોડા દિવસ અગાઉ લવજેહાદ મુદ્દે પાંચ લઘુમતી કોમના લોકો સામે પ્રથમ ફરિયાદ અને તે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ડીસાના માલગઢ ગામની યુવતી આ લવજેહાદ પ્રકરણનો ભોગ બની હતી.અને તેણે મુસ્લિમ યુવક સાથે ધર્મપરિવર્તન કરી લગ્ન કર્યા હતા.પોતાની દીકરીના લગ્ન અને ધર્મપરિવર્તન બાદ યુવતીની માતા અને યુવતીના ભાઈએ પણ ધર્મપરિવર્તન કરી, પોતાનું ઘર છોડી અલગ રહેવાનું શરૂ કર્યું હતું.જોકે પોતાનો આખો પરિવાર લવજેહાદે વિખરાઈ જતા ઘરના મોભી એવા પિતાએ લોકલાજ ડરથી ઝેર પી જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં ચાર દિવસની સારવાર બાદ, પીડિત પિતાને સઘન સારવારે તબીબોએ બચાવ્યા હતા.જોકે પીડિત પિતાના ભાઈની ફરિયાદ આધારે પોલીસે પાંચ વિધર્મી અપરાધીઓની અટકાયત કરી હતી.જ્યારે બીજી તરફ હિન્દૂ સંગઠનોએ આજે ડીસા બંધનું એલાન આપતા અને લવજેહાદ મુદ્દે રેલી કાઢી, પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.આ રેલીમાં માળી સમાજના આગેવાનો, સ્થાનિક ભાજપ ધારાસભ્ય શશીકાંતભાઈ પડ્યાં અને પૂર્વ વેરહાઉસ ચેરમેન મગનલાલ માળી,ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કૈલાશભાઈ ગેલોત સહીત અનેક આગેવાનોએ રેલીની આગેવાની લઇ,આવી ઘટનાઓ ભવીષ્યમાં બનશે તો સાખી લેવાશે નહીં તેવી ચેતવણી આપી હતી.

વિધર્મીઓ કબ્જામાં રહેલ ત્રણ પીડિતોને છોડાવો
વેરહાઉસ પૂર્વ ચેરમેન મગનલાલ માળીએ આ અંગે જણાવ્યું છે કે, ડીસામાં અંદાજિત 28 હજારથી વધુ માળી સમાજના લોકો રહે છે, જેઓ બટાટા ખેતી અને વેપાર સાથે જોડાયેલ છે. માલગઢનો પીડિત માળી પરિવાર લવજેહાદનો ભોગ બન્યો છે. આ મામલામાં પોલીસે અપરાધીઓ પકડ્યા તે પૂરતું નથી. કેમકે લવજેહાદના આ કિસ્સામાં પીડિત યુવતી, તેનો ભાઈ અને માતા હજુ લાપત્તા છે અને મળતાં ઇનપુટ મુજબ વિધર્મીઓના કબ્જામાં છે. તેઓને ક્યારે પરત લવાશે,? આ મુદ્દે કેટલાક નેતાઓ રાજકારણ રમે છે તે અયોગ્ય છે.

ADVERTISEMENT

રાજનીતિ ગઈ ખાડામા
ડીસા MLA અને હિન્દૂ નેતા શશીકાંતભાઈ પડ્યાંનો આક્રોશ સામે આવ્યો છે તેમણે કહ્યું છે કે રાજનીતિ ગઈ ખાડામાં. સરકાર હિન્દુત્વને વરેલી છે. હિન્દૂ હિત કી બાત કરેગા વહી રાજ કરેગા. આમ તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આલિયા,માલીયા જમાલીયા,ને ખુલ્લી ચેતવણી આપું છું કે, ચેતજો,આ હિન્દૂવાદી સરકાર છે. અહીં આવું કદાપી સાખી લેવાશે નહીં, સુતેલા સિંહની પૂંછડી પર વારંવાર પંજા મારવાનું બંધ કરો. જો સિંહ જાગશે તો તેનો એક પંજો તમને ભારે પડશે. ડીસામાં ગરબા ક્લાસોમાં આ લોકો યુવતીઓને ભરમાવતા હતા. મેં ગરબા ક્લાસો બંધ કરાવ્યા, ધાર્મિક તહેવારોમાં માંસ-મટનની હાટડીઓ બંધ કરાવી, કેમકે મારે આગળ પાછળ કોઈ નથી. આ લોકોને મારું જે કરવું હોય તે કરી શકે છે. મારા એક એક રક્ત બિંદુ માંથી હજારો હિન્દૂ પેદા થશે.

આક્રોશ પોલીસ પર ફૂટ્યો
ડીસાની મૌનરેલીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી ના પડે તે માટે એસપી અક્ષયરાજ મકવાણાએ શહેરના એન્ટ્રી પોઈન્ટો પર ચુસ્ત પોલીસ બંદોવસ્ત ગોઠવ્યો હતો.જેમાં ડીસા ડીવાયએસપી કૌશલ ઓઝાએ હાઇવે વિસ્તારમાં આવતાં લોકોને અટકાવ્યા હતા. જોકે આ વાતની જાણ ચાલુ રેલીમાં MLA શશીકાંતભાઈ પડ્યાંને કરવામાં આવી હતી. જેમાં તેઓએ ચાલુ મૌનરેલી દરમ્યાન પોતાનું ઉદબોધન અટકાવી માઈકમાં ડીસા ડીવાયએસપી કૌશલ ઓઝાને ચેતવણી આપી હતી કે ” ભાઈ પોલીસ મિત્રોને વિનંતી કે ચાર રસ્તા પર પબ્લિકને રોકી હોય તો આવવા દે, નહિતર એના પરિણામો અહીંના અહીં જોવા પડશે, ભાઈ ડીવાયએસપી ઓઝા હોય તો સાંભળી લે! યુવાનો ને રોક્યા હોય તો આવવા દો તમેં,….

ADVERTISEMENT

આ મામલે હાઇકોર્ટની પણ દરમ્યાનગિરી
ગત તારીખ 16 જૂન 2022માં આ મામલે પીડિત પરિવાર સભ્ય આકાશ હરેશભાઇ સોલંકીએ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ વિપુલ એમ.પંચોલી અને જસ્ટિસ રાજેન્દ્ર એમ સરિનની ડીવીઝન બેન્ચમાં બંધારણ કલમ 226 હેઠળ હેબિયર્સ કોપર્સની સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન દાખલ થયેલ જેમાં સામાપક્ષે કોર્ટે ગુજરાત રાજ્ય સરકાર,એસપી બનાસકાંઠા,પોલીસ ઇન્સ્પેકટર, હરેશભાઇ શંકરલાલ સોલંકી,શેલેષ કુમાર સુદેશા,રાજેશકુમાર સોલંકી,નેહા હરેશભાઇ સોલંકી અને ચંદ્રિકા હરેશભાઇ સોલંકી ને પ્રતિવાદી બનાવી તેમનો પક્ષ રજુ કરવા નોટિસ પાઠવી સુનાવણી યોજી હતી. ફરિયાદીનો દાવો હતો કે તેમના ભાઈ, બહેન અને માતાને ગેરકાયદેસર ગોંધી રાખવામાં આવ્યા છે. જોકે કોર્ટ તપાસ અને સુનાવણીમાં આ ફરિયાદને કોઈ સમર્થન મળેલ નહીં, ઉલ્ટાનું પિતા હરેશભાઇ સોલંકી સાથે ઘરકંકાસ અને અન્ય કારણોથી તેઓ જવા માગતા નથી તેવું ડીવીજન બેન્ચ સમક્ષ હરેશભાઇની પત્ની, દીકરી અને પુત્રે જાહેર કર્યું હતું. અને તેઓને સ્વત્રંત રહેવા દેવા અને તેમની કોઈ પજવણી ના કરે તેવું કોર્ટ સમક્ષ જાહેર કર્યું હતું. આમ હરેશભાઇની કેફિયત હાઇકોર્ટમાં તેમનીજ પત્ની, દીકરી અને પુત્રે ખોટી ઠેરવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT