મુખ્યમંત્રીની કર્મભૂમિ સ્વર્ણિમ સંકૂલ પણ પાણી-પાણી
અમદાવાદ: ગાંધીનગરમાં આજ સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે મુખ્યમંત્રીની કર્મભૂમિ સ્વર્ણિમ સંકુલ 1માં પણ પાણી ભરાયા છે. ગુજરતમાં ડ્રેનેજ સિસ્ટમના ચારે…
ADVERTISEMENT
અમદાવાદ: ગાંધીનગરમાં આજ સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે મુખ્યમંત્રીની કર્મભૂમિ સ્વર્ણિમ સંકુલ 1માં પણ પાણી ભરાયા છે. ગુજરતમાં ડ્રેનેજ સિસ્ટમના ચારે કોર વખાણ કરતાં ઠાકતા નથી ત્યારે વરસાદે આજે તંત્રની પોલ ખોલી છે. મુખ્યમંત્રીને નિરીક્ષણ માટે વધુ બહાર જવાની પણ જરૂર નહીં પડે કારણકે આ પાણી મુખ્યમંત્રીની કર્મભૂમિ સ્વર્ણિમ સંકુલમાં જ ભરાય છે.
ગુજરાતમાં આજે સવારથી જ વરસાદે પોતાની નવી ઈનીગ શરું કરી દીધી છે. અમરેલી-જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં વરસાદી માહોલ જામ્યો હતો. જાફરાબાદ કોસ્ટલ બેલ્ટના કાગવદર, લોઠપુરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. લાંબા સમય બાદ વરસાદ આવતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી. બીજી તરફ અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ આજે સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા કેટલીક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ ગઈ હતી. જ્યારે ખેડા જિલ્લામાં કપડવંજમાં પણ બે કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે વડોદરા, હિંમતનગર તથા ઈડરમાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. બનાસકાંઠામાં વરસાદે આજે બીજી ઈનીગ શરૂ કરી છે ત્યારે ગ્રામીણ વિસ્તારમાં વિવિધ જગ્યાએ પાણી ભરાય છે. આ સાથે જ ગુજરાતનું જ્યાંથી દોરી સંચાર થઈ રહ્યો છે તે જગ્યા એટલે કે સ્વર્ણિમ સંકુલ-1 માં પણ પાણી ભરાયા છે.
ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે 33 જળાશયો ઓવરફલો થયા છે. જ્યારે 48 જળાશયોમાં 70થી 100 ટકા વચ્ચે પાણી ભરાયું છે. જ્યારે 35 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા પાણી ભરાયું છે. આ સાથે જ સરદાર સરોવર યોજનામાં 2,66,024 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 79.63 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના 206 જળાશયોમાં 3,40,958 એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના 61.08 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આમ ગુજરાતમાં સારા વરસાદના કારણે જળાશયોની સપાટી ઉપર આવી છે. પરંતુ આ સાથે વરસાદે તંત્રની પોલ પણ ખોલી છે. અનેક જગ્યાએ ભૂવા પડ્યા છે તો અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે. આ વિસ્તારમાં ગુજરાતની રાજધાની ગાંધીનગરનું સ્વર્ણિમ સંકૂલ-1 પણ બાકાત રહ્યું નથી.
ADVERTISEMENT
સ્વર્ણિમ સંકૂલ – 1માં પાણી ભરાતા તંત્રની કામગીરીની પોલ સામે આવી છે. આ સાથે જ ગુજરાત વિધાનસભાની અન્ય જગ્યાઓ પર પણ પાણી ભરાયા છે. હવે નેતાને સ્થળની મુલાકાત માટે બહાર જવાની જરૂર નહીં પડે. બહાર નીકળતાની સાથે જ પરિસ્થિતિ જોઈ શકાશે. વિધાનસભામાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. વિધાનસભાના રસ્તા પર પણ પાણી ભરાયા છે.
ADVERTISEMENT