નવસારીની બાળકી પર દૂષ્કર્મના મામલે છેલ્લા શ્વાસ સુધી કેદની સજા

ADVERTISEMENT

gujarattak
social share
google news

રોનક જાની.નવસારીઃ નવસારીમાં POCSO ના આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. 12 વર્ષની બાળકી પર દૂષ્કર્મ કરીને બાળકીને લગ્નની લાલચે ભગાડી ગયાનો મામલો સામે આવ્યો હતો. જોકે સમગ્ર મામલામાં બાળકીની ઉંમર નાની હોઈ મામલાની પોકસોને આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. આખરે બાળકી પર વારંવાર દૂષ્કર્મ કરવાના મામલાને લઈને શખ્સ સામે કાયદાનો કોરડો ઉચકાયો હતો અને આજીવન કેદ કોર્ટે ફટકારી હતી.

પત્નીના મૃત્યુ પછી પતિએ કરી સમાધિ લેવાની વાતઃ પાટણમાં હંગામો

પીડિતાને વળતર ચુકવવા પણ આદેશ
વર્ષ 2021માં યુપીના ગોંડામાં રહેતા સદ્દામ હુસૈન ઉર્ફે ઈરફાન અબ્દુલ અઝીઝ રાયએ પીડિતાને લગ્ન કરવાની વાત કરીને તેનું અપહરણ કર્યું હતું. પીડિતા સાથે અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા અને પીડિતાની માતાની ફરિયાદના આધારે નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપી અને પીડિતાને યુપીથી ટ્રેસ કરી નવસારી લાવી હતી. આરોપી પરિણીત હોવા છતાં લગ્નના બહાને 12 વર્ષની બાળકીને લઈ ગયો હતો. પોલીસે અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ આરોપીની ધરપકડ કર્યા બાદ અને આજે સરકારી વકીલ અજય ટેલરની દલીલોને ધ્યાને લઈ સ્પેશિયલ જજ ટી.એસ. બ્રહ્મભટે આરોપી સદ્દામ હુસૈન ઉર્ફે ઈરફાનને અંતિમ શ્વાસ સુધી જેલમાં મોકલી આપ્યો હતો અને આરોપીને 30,000 રૂપિયાના દંડની સાથે જેલમાં રહેવાની સજા ફટકારી હતી. પીડિતને વળતર તરીકે રૂ. 4 લાખ પણ ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT