નર્મદામાં દેખાયું કોમી એકતાનું ઉદાહરણ, મુસ્લિમ પરિવારે ભર્યું ભાણીબાનું મામેરું

ADVERTISEMENT

નર્મદા લગ્ન
નર્મદા લગ્ન
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

નર્મદામાં મુસ્લિમ પરિવારે રાજપૂત દીકરીના લગ્નમાં મામેરું ભર્યું.

point

રાજપૂત દીકરીના લગ્નમાં રોકડ રૂપિયા, ફ્રીજ, ટીવી તથા ઘરવખરીનો સામાન મુસ્લિમ પરિવારે આપ્યો હતો

point

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં બુંજેઠા ગામ આવેલું છે.

Narmada News: દેશમાં એકબીજુ કોમી ઝઘડાની ઘટનાઓ વચ્ચે નર્મદા જિલ્લામાંથી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં રાજપૂત સમાજની દીકરીના લગ્નમાં ગામના જ મુસ્લિમ પરિવારે મામેરું ભર્યું હતું. રાજપૂત દીકરીના લગ્નમાં રોકડ રૂપિયા, ફ્રીજ, ટીવી તથા ઘરવખરીનો સામાન મુસ્લિમ પરિવારે આપ્યો હતો. ત્યારે આવા કોમી એકતાના દ્રશ્યો જોઈને સૌ કોઈ ભાવુક થઈ ગયા હતા.

આ પણ વાંચો: IPL 2024 Schedule: IPLના 15 દિવસના શેડ્યૂલની થઈ જાહેરાત, આ બે ટીમો રમશે ઓપનિંગ મેચ

દરબાર અને મુસ્લિમ પરિવાર વચ્ચે ઘર જેવા સંબંધ

વિગતો મુજબ, નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં બુંજેઠા ગામ આવેલું છે. આ ગામમાં મોટા ભાગના લોકો દરબાર છે અને ગામમાં જ અહેમદભાઈ મન્સૂરી અને હસનભાઈ મન્સૂરી રહે છે. તેઓ વર્ષોથી ગામમાં રહેતા હોવાથી ગામના જ જ્યેન્દ્રસિંહ સાથે તેમના પરિવારના ઘર જેવા સંબંધ હતા. ત્યારે તેઓ જયેન્દ્રસિંહની દીકરીને પણ પોતાની દીકરીની જેમ જ માનતા હતા.

આ પણ વાંચો: મોડલ તાન્યા સિંહ સાથે IPL ક્રિકેટર અભિષેક શર્માના સંબંધ હતા? મોબાઈલમાંથી થયો ચોંકાવનારો ખુલાસો

મામેરામાં ફ્રીજ, ટીવી અને રોકડ આપ્યા

જયેન્દ્રસિંહ વાઘેલાની દીકરીના લગ્ન હોવાથી મન્સૂરી પરિવાર દ્વારા ફ્રીજ, ટીવી, કપડા તથા રોકડ રૂપિયા સહિત ઘરવખરીનો સામાન મામેરામાં આપવામાં આવ્યો હતો. ગામની દીકરીના લગ્નમાં મુસ્લિમ પરિવાર દ્વારા મામેરું ભરવામાં આવતા કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. લગ્નમાં મુસ્લિમ પરિવારના સભ્યોની પણ દીકરીની વિદાયને લઈને આંખો ભીની થઈ ગઈ હતી. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT