મોરબી યુવકને માર મારવાનો કેસઃ ‘રાણીબા’ સહિત ત્રણ આરોપીઓનું સરેન્ડર, કોર્ટમાં કરાશે રજૂ
Morbi News: મોરબીમાં દલિત યુવાનને માર મારવાના કેસમાં એક મોટા સમાચાર આવી રહ્યા છે. યુવકને માર મારનાર રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ, ઓમ પટેલ અને રાજ…
ADVERTISEMENT
Morbi News: મોરબીમાં દલિત યુવાનને માર મારવાના કેસમાં એક મોટા સમાચાર આવી રહ્યા છે. યુવકને માર મારનાર રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ, ઓમ પટેલ અને રાજ પટેલ પોલીસ સમક્ષ હાજર થયા છે. વિભૂતિ પટેલ, ઓમ પટેલ અને રાજ પટેલ LCB અને ડીવાયએસપી સમક્ષ હાજર થતાં અટકાયતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા તેઓને કાર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવશે. મહત્વનું છે કે, મોરબીમાં યુવાનને માર મારવા મામલે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે ટીમો બનાવીને ધમધમાટ શરૂ કર્યો હતો.
કોર્ટે ફગાવી દીધી હતી અરજી
મોરબીમાં યુવકને માર મારવા મામલે ફરાર આરોપીઓ દ્વારા સ્પેશ્યલ સેશન્સ જજની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરાઈ હતી. જોકે, કોર્ટે રાણીબા સહિત તમામ આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્યારે કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવી દેતા આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા છે.
શું છે સમગ્ર મામલો?
મોરબીમાં થોડા દિવસ અગાઉ હચમચાવી નાખે એવો બનાવ બન્યો હતો. જેમાં યુવકે પગાર માગતા વિભૂતિ પટેલ સહિત 6 લોકોએ યુવકને બહેરેમીથી ઢોર માર માર્યો હતો. જે બાદ યુવકને શરીરમાં ઈજાઓ થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં તેની ફરિયાદના આધારે પોલીસે એટ્રોસિટીની કલમો હેઠળ રાણીબા ઉર્ફે વિભૂતી પટેલ સહિત 6 જેટલા લોકો સામે ગુનો નોંધાયો હતો.
ADVERTISEMENT
પગાર લેવા પહોંચ્યો હતો ઓફિસે
મોરબીમાં રાણીબા ઈન્ડસ્ટ્રીઝમાં 21 વર્ષનો યુવક 2 ઓક્ટોબર 2023ના રોજ સેલ્સમેન તરીકે 12 હજાર રૂપિયા મહિનેના પગારે નોકરીએ લાગ્યો હતો. જોકે 18 ઓક્ટોબરના રોજ રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલે તેને નોકરીએ ન આવવા માટે કહી દીધું. આથી યુવકે નોકરી બંધ કરી દીધી હતી. કંપનીમાં કર્મચારીઓનો 5 તારીખ પગાર થતો હોય છે, પરંતુ યુવકના ખાતામાં પૈસા ન આવતા તેણે વિભૂતિ પટેલને ફોન કરીને 16 દિવસના બાકી પગારની વાત કરતા વાત ટાળી દીધી હતી. બાદમાં યુવક ઓફિસે પૈસા લેવા પહોચ્યો હતો.
6 લોકો સામે નોંધાઈ હતી ફરિયાદ
ત્યારે ઓફિસમાં હાજર લોકોએ યુવકને પટ્ટા તથા લાકડી વડે માર માર્યો હતો અને ધમકી આપી. આટલું જ નહીં યુવકનો માફી માંગતો વીડિયો બનાવ્યો હતો અને ચપ્પલ પણ વિભૂતિ પટેલે ચટાવ્યું હતું. સમગ્ર મામલે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાણીબા ઈન્ડસ્ટ્રીઝના માલિક વિભૂતિ પટેલ સહિત 6 જેટલા શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હઠળ ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
(ઈનપુટ: રાજેશ આંબલિયા, મોરબી)
ADVERTISEMENT
ADVERTISEMENT