કિરણ પટેલને લઈ MLA જીગ્નેશ મેવાણીએ કર્યું ટ્વિટ, જાણો શું કહ્યું
અમદાવાદ: જમ્મુ કાશ્મીરમાં PMOના ઉચ્ચ અધિકારી ગણાવી બુલેટપ્રૂફ વાહનમાં ફરતા અમદાવાદના મહાઠગ કિરણ પટેલની ધરપકડ કરાઈ છે. આ મહાઠગ કિરણ પટેલ મામલે એકબાદ એક અનેક…
ADVERTISEMENT
અમદાવાદ: જમ્મુ કાશ્મીરમાં PMOના ઉચ્ચ અધિકારી ગણાવી બુલેટપ્રૂફ વાહનમાં ફરતા અમદાવાદના મહાઠગ કિરણ પટેલની ધરપકડ કરાઈ છે. આ મહાઠગ કિરણ પટેલ મામલે એકબાદ એક અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે કિરણ પટેલને લઈ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ MLA જીગ્નેશ મેવાણીએ ટ્વિટ પ્રધાનમંત્રી પર નિશાન સાધ્યું છે.
કોંગ્રેસના ધારાસભ્ય અને કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીએ કિરણ પટેલને લઈ ટ્વિટ કરતાં કહ્યું કે, એવું લાગે છે કે કિરણ પટેલની તપસ્યામાં કમી રહી ગઈ હતી, નહીંતર આટલું સારું જુઠ્ઠું બોલીને લોકો વડાપ્રધાન બની જાય છે.
लगता है किरण पटेल की तपस्या में कुछ कमी रह गई थी वरना इतना अच्छा झूठ बोलने पर तो लोग प्रधानमंत्री बन जाते हैं। pic.twitter.com/vf1w64EVyD
— Jignesh Mevani (@jigneshmevani80) March 18, 2023
ADVERTISEMENT
કાશ્મીરમાં પોલીસની કડક સુરક્ષા લઈને ફરતો
નોંધનીય છે કે, કાશ્મીરમાં પોતાને PMOથી મોટો અધિકારી હોવાનું બતાવી કિરણ પટેલે Z+ સિક્યોરિટી મેળવી લીધી હતી. જેમાં બુલેટપ્રૂફ SUV કાર તથા 5 સ્ટાર હોટલમાં પ્રવાસની સુવિધા માણી હતી. આટલું જ નહીં આર્મી ઓફિસરોની બેઠકોમાં પણ તેણે ભાગ લીધો હતો. જમ્મુમાં અનેક સ્થળોની મુલાકાત લીધી હતી અને હથિયારબંધ સુરક્ષાકર્મીઓ સાથેના વીડિયો પણ પોતાના એકાઉન્ટમાં પોસ્ટ કર્યા છે.
G 20 અંતર્ગત યોજી હતી કોન્ફરન્સ
કિરણ પટેલ અને તેની પત્ની રાષ્ટ્રપ્રથમ નામનું સંગઠન ચલાવે છે. તાજેતરમાં જ રાષ્ટ્રપ્રથમના બેનર હેઠળ કિરણ પટેલે અમદાવાદમાં G 20 અંતર્ગત કોન્ફરન્સ યોજી હતી. ગત 29 જાન્યુઆરીના હોટેલ હયાતમાં કોન્ફરન્સ યોજાયેલી G-20 કોન્ફરન્સમાં સચિવો અને રિટાયર્ડ સચિવોને આમંત્રણ અપાયુ હોવાનો ખુલાસો થયો છે.આ ઉપરાંત મહાઠગ કિરણ પટેલે અકોટાના પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહીલેને પણ છેતર્યા હતા. સીમાબેન મોહીલેને પણ મહાઠગ કિરણ પટેલે PMOની ઓળખ આપી હતી.
ADVERTISEMENT
પૂર્વ DySP સાથે કરોડોની ઠગાઈ
કિરણ પટેલ અમદાવાદનો છે અને ઘોડાસરમાં સ્મૃતિ મંદિર પાસે તેનું ઘર આવેલું છે. કિરણ પટેલે વડતાલ મંદિરમાં ગાડી ભાડે મુકવાનું કહીને 2 નિવૃત્ત DySP, PI તથા PSI સાથે પણ છેતરપિંડી આચરેલી છે. 6 વર્ષ અગાઉ તેની વિરુદ્ધ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ સાથે જ વડોદરામાં પણ તેની વિરુદ્ધ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ઉપરાંત તેની સામે 78 લાખની છેતરપિંડીનો પણ કેસ નોંધાઈ ચૂક્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: PM Mitra Park: ટેક્સટાઇલ પાર્કને મોદીની મંજૂરી, સુરતના આ વિસ્તારમાં બનશે પાર્ક
આરોપીએ અધિકારીઓ સાથે બેઠકો પણ કરી
ખાસ વાત એ છે કે પોતાને PMO ઓફિસમાંથી હોવાનું જણાવીને કિરણ પટેલે પોલીસ પ્રોટેક્શન લીધું હતું અને તેને ફાઈવ સ્ટાર હોટલના રૂમની બહાર પણ પોલીસ ઊભી રખાઈ હતી. કડક સુરક્ષા બંદોબસ્ત સાથે તેણે શ્રીનગરના લાલચોકની તથા ગુલમર્ગની પણ મુલાકાત લીધી હતી. જમ્મુ-કાશ્મીર CIDની ઈનપુટના આધારે શ્રીનગર પોલીસને કિરણ પટેલ નકલી અધિકારી હોવાની જાણ થઈ અને તેમણે હોટલમાંથી જ કિરણ પટેલની ધરપકડ કરી લીધી હતી. ત્યારે આટલી મોટી બેદરકારી સામે આવતા હવે હાઈ-લેવલની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ખાસ બાબત એ છે કે કિરણ પટેલ અગાઉ અમદાવાદમાં છેતરપિંડીના આક્ષેપો થઈ ચૂક્યા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT