VIDEO: 'કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાનારા સ્વાર્થી', Geniben Thakor પક્ષપલટુઓ પર બગડ્યા

ADVERTISEMENT

'હું જીવીશ ત્યાં સુધી ભાજપમાં નહીં જોડાવ'
Loksabha Election 2024
social share
google news

Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પાર્ટીઓ સતા પર આવવાના તમામ પ્રયાસો કરી રહી છે. હાલમાં કોંગ્રેસને એક દિવસમાં બે મોટા ઝટકાઓ લાગ્યા આ બાદ કોંગ્રેસમાં એક સાંઘે ત્યાં તેર તૂટી જેવી સ્થિતિ જોવા મળી રહી છે. એવામાં આ બાબત પર ધારસભ્ય ગેનીબેન ઠાકોરે મહત્વનું નિવેદન આપ્યું છે. ગેનીબેન ઠાકોર દ્વારા તમામ પક્ષપલટુ ઉમેદવાર પર પ્રહાર કરવામાં આવ્યો છે.  

જે પાર્ટીને છોડીને ગયા તે સ્વાર્થી નેતાઓ છે: ગેનીબેન ઠાકોર

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે, જે લોકો કોંગ્રેસ છોડીને બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એ એમની  વિચારધારા છે. હું એમાં પડવા માંગતી નથી. વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં રહીને અનેક હોદાઓ ઉપર રહ્યા, કોંગ્રેસે તેમને તકો આપી અને એવા લોકો કોંગ્રેસના ખરાબ સમયમાં કોંગ્રેસ છોડે એટલે એ વિસ્તારના લોકો અને કાર્યકર્તાઓની લાગણી દુભાતી હોય છે. આજે જે લોકો પાર્ટી છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે તે સ્વાર્થી નેતાઓ છે. 

'હું જીવીશ ત્યાં સુધી ભાજપમાં નહીં જોડાવ'

વધુમાં તેમણે કહ્યું કે, હાલ ભાજપનું પલડું ભારે છે એટલે સ્વાર્થી લોકોએ તે બાજુ ઝૂકી રહ્યા છે. આ બાજુ પલ્લુ ભારે થશે એટલે ફરી પાછા આ બાજુ આવશે.  લોકોને ધંધા રોજગારોની બીકો હોય પરિવારો ઉપર ખોટા કેસોની બીકો હોય એ લોકો ત્યાં જતા હશે. હું અનેક વખત કહી ચુકી છું કે હું જીવું ત્યાં સુધી ભાજપમાં જવાની નથી અને ભાજપ પાર્ટી સામે ઓશીકું રાખીને પણ સુવાની નથી. હું હાલ ધારાસભ્ય છું જો પાર્ટી મને આદેશ કરશે તો હું લોકસભાની ચૂંટણી લડીશ.  

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT