મંત્રીજીને ભારે પડી સરપ્રાઈઝ વિઝિટઃ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડે કેન્દ્રીય મંત્રી આવ્યા તો…

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકત લેવા માટે આવી પહોંચેલા કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાને અંદાજ પણ નહીં હોય કે લોકો તેમને ઘેરી વળીને ઉગ્ર રજૂઆતો કરશે. જોકે જનતાના સવાલો અને મુંજવણોથી કેમ છટકવું તે પણ રાજકારણીને આવડે. અહીં જ્યારે રજૂઆતો કરવામાં આવી રહી હતી ત્યારે થોડા જ સમયમાં મંત્રીએ ત્યાંથી ચાલતી પકડી લીધી હતી. જોકે જનતાએ પણ ભાષા અને રજૂઆત કેમ કરવી તેનો વિવેક બતાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આપણે તે પણ જોઈએ.

સરકારે વધુ એક યોજનામાં આધાર-PAN ફરજિયાત કર્યા, આ તારીખ પછી ખાતું ફ્રીઝ થઈ જશે

છેલ્લા 8 વર્ષથી નવ નિર્માણ ચાલે છે
સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડનું એવું તો કેવું નવ નિર્માણ ચાલી રહ્યું છે કે છેલ્લા 8 વર્ષથી પુરું થવાનું નામ નથી લેતું. સુરેન્દ્રનગરના ઈતિહાસમાં સૌથી લાંબુ નવ નિર્માણ કાર્ય તરીકે શું તંત્ર રેકોર્ડ બનાવવા નિકળી છે કે કેમ? બસ સ્ટેન્ડમાં હાલ એવી હાલત છે કે કામ ચલાઉ ધોરણે ચાલે છે જેના કારણે પીવાના પાણી, મુસાફરોને બેસવાની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી તેવા આક્ષેપો રજૂઆત કરનારાઓએ કર્યા છે.

હિન્દુફોબિયા સામે USની જ્યોર્જિયા વિધાનસભામાં પ્રસ્તાવ પસાર, કહ્યું- દુનિયાના સૌથી…

મંત્રીને લોકોએ ઘેર્યા ત્યારે વિવિધ અધિકારીઓ પણ હાજર હતા
કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા આજે શનિવારે અચાનક સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ ખાતેના કામોની સમિક્ષા કરવા આવ્યા હતા. દરમિયાન તેમની સાથે જિલ્લા કલેક્ટર અને એસટી વિભાગના અધિકારીઓ પણ હતા. લોકોએ આ તમામની હાજરીમાં જ પોતાના પ્રશ્નોની રજૂઆતો કરી હતી. જેનાથી વાતાવરણમાં એક તબક્કે ગરમાવો આવી ગયો હતો. નવ નિર્માણ પામનાર બસ સ્ટેન્ડમાં નબળું કામ થયું હોય તો તપાસની પણ વાત લોકો કરી રહ્યા છે. ત્યારે રાજકોટ એસટી વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને કોન્ટ્રાક્ટર સાથે બેઠક પણ યોજી હતી.

ADVERTISEMENT

(ઈનપુટઃ સાજીદ બેલિમ, સુરેન્દ્રનગર)

    follow whatsapp

    ADVERTISEMENT