મરાઠા આંદોલન વધુ ઉગ્ર બન્યું, ગુજરાતથી મહારાષ્ટ્ર જતી GSRTCની બસો સાપુતારામાં થોભાવી દેવાઈ
Maratha Reservation Agitation: મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનની અસર હવે ગુજરાતની GSRTC સેવા પર પડી રહી છે. મરાઠા અનામત આંદોલનની માંગ સાથે રાજ્યભરમાં હિંસક તોફાની વધી રહ્યા…
ADVERTISEMENT
Maratha Reservation Agitation: મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનની અસર હવે ગુજરાતની GSRTC સેવા પર પડી રહી છે. મરાઠા અનામત આંદોલનની માંગ સાથે રાજ્યભરમાં હિંસક તોફાની વધી રહ્યા છે. તેના પગલે GSRTCની આંતરરાજ્ય બસ સેવા ઠપ થઈ ગઈ છે. ગુજરાતથી દરરોજ નાસિક, શિરડી અને પુણે જતી એસ.ટી બસોને સાપુતારાના બસ સ્ટેન્ડ પર અટકાવી દેવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનકારીઓ બસને નિશાન બનાવીને નુકસાન કરતા હોય છે. એવામાં એસ.ટી વિભાગ દ્વારા પ્રવાસીઓની સુરક્ષા માટે બસને ગુજરાત બોર્ડર સુધી જ મર્યાદિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવામાં મહારાષ્ટ્ર જતા મુસાફરો સાપુતારા ખાતે અટવાયા છે.
કોલાબામાં MLA આવાસ પાસે વાહનોમાં તોડફોડ
નોંધનીય છે કે મરાઠા આરક્ષણ મુદ્દે મુંબઈના કોલાબા વિસ્તારમાં આવેલા ધારાસભ્યના નિવાસસ્થાને બે અજાણ્યા લોકોએ વાહનોમાં તોડફોડ કરી હતી. જોકે પોલીસે બંને આરોપીઓની તેમના એક સાથીદાર સાથે ધરપકડ કરી છે, પરંતુ રાજ્યમાં હિંસાનો સિલસિલો ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વાહનો મંત્રી હસન મુશરફના કાફલાના છે.
ADVERTISEMENT
આ પહેલા મરાઠા આંદોલનકારીઓએ બીડ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય સંદીપ ક્ષીરસાગરના ઘરમાં ઘુસીને લગભગ 5 થી 6 ફોર વ્હીલર્સને આગ ચાંપી દીધી હતી. આ પહેલા સાંજે વિરોધીઓએ બીડ જિલ્લાના માજલગાંવમાં અજિત પવાર જૂથના NCP ધારાસભ્ય પ્રકાશ સોલંકેના બંગલાને પણ સળગાવી દીધો હતો. આ દરમિયાન બંગલામાં પાર્ક કરેલા 8 થી 10 દ્વિચક્રી વાહનો પણ બળીને રાખ થઈ ગયા હતા. મરાઠાઓ આનાથી નારાજ છે. કારણ કે, રાજકીય પક્ષોના નેતાઓએ મરાઠા આરક્ષણ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી, તેથી તેઓએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. તેમના ઘરોમાં ઘૂસીને આગ લગાડી દીધી હતી. મરાઠા આરક્ષણ હવે વધુ હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.
બીડ હિંસામાં પોલીસે 90 આરોપીઓની ધરપકડ કરી છે
પોલીસ અધિક્ષક નંદકુમાર ઠાકુરે માહિતી આપી છે કે મંગળવારે બીડ શહેરમાં દિવસ-રાત શાંતિ રહ્યા બાદ બુધવારે કોમ્યુનિકેશન બ્લેકઆઉટ એટલે કે કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે. જો કે, કલમ 144 હેઠળ મેળાવડા પરનો પ્રતિબંધ અમલમાં રહેશે અને ઇન્ટરનેટ પણ બંધ રહેશે. જિલ્લામાં હજુ પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા યથાવત રહેશે. દરમિયાન સોમવારે બીડમાં થયેલી હિંસામાં પોલીસે અત્યાર સુધીમાં 90 આરોપીઓની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
(ઈનપુટ: રોનક જાની, વલસાડ)
ADVERTISEMENT
ADVERTISEMENT