Mahisagar News: દલિત કર્મચારીના આપઘાત કેસમાં નાયબ મામલતદારના આગોતરા જામીન થયા રદ
Mahisagar News: દલિત ક્લાર્ક આત્મહત્યા મામલી મહીસાગર જિલ્લા કોર્ટ દ્વારા સંતરામપુર પ્રાંત અધિકારી નાયબ મામલતદાર તેમજ અન્ય બે કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાના કોર્ટ…
ADVERTISEMENT
Mahisagar News: દલિત ક્લાર્ક આત્મહત્યા મામલી મહીસાગર જિલ્લા કોર્ટ દ્વારા સંતરામપુર પ્રાંત અધિકારી નાયબ મામલતદાર તેમજ અન્ય બે કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાના કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ તમામ ચાર કર્મચારીઓ સંતરામપુર પ્રાંત અધિકારી કૌશિક જાદવ, નાયબ મામલતદાર એ વી વલવાઈ, નિલેશ શેઠ તેમજ કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી ત્યારે આ ચાર કર્મચારીઓએ મહીસાગર જિલ્લા કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જે અંતર્ગત મહીસાગર જિલ્લા કોર્ટ દ્વારા આગોતરા જામીન રદ કરવામાં આવી છે. જેને લઈને સમગ્ર જિલ્લાના સરકારી વિભાગમાં ખડભડાટ મચી જવા પામ્યો છે.
કેનેડા-અમેરિકાથી પુસ્તકો અને રમકડામાં અમદાવાદ ડ્રગ્સ આવતું, ઈન્ટરનેશનલ ડ્રગ્સ
શું હતું સમગ્ર મામલો
કડાણા મામલતદાર કચેરીમાં નોકરી કરતા દલિત કલાર્ક અલ્પેશ માળીએ ઉપલા અધિકારીઓ પરેશાન કરે છે તેવો મુખ્યમંત્રીને 21 જાન્યુઆરીના રોજ પત્ર લખી 29 જાન્યુઆરી રોજ કલાર્ક અલ્પેશ માળી તેના બાલાસિનોરના નિવાસ્થાન પર મૃત મળી આવ્યો હતો. ત્યારબાદ અલ્પેશ માળીના ઈન્દોર રહેતા બહેન કોકિલાબેન ચૌહાણ દ્વારા પાંચ એપ્રિલના રોજ પોતના ભાઈના મોત પાછળ જવાબદાર ઉપરી અધિકારીઓ વિરુદ્ધ બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં ન આવતા અલ્પેશ માળીની બહેને કોર્ટના દ્વારા ખખડાવ્યા હતા અને મૃતકની બહેને પોતાના મૃત ભાઈને ન્યાય મળે તે માટે મહીસાગર જિલ્લાની નામદાર કોર્ટમાં ક્રિમિનલ ઇન્કવાયરી વકીલ મારફતે દાખલ કરી હતી. નામદાર કોર્ટ દ્વારા ક્રિમિનલ ઇન્કવાયરીલ ગ્રાહ્ય રાખી મહીસાગર પોલીસને પ્રાંત અધિકારી સહિત અન્ય ત્રણ વિરુદ્ધ આઈપીસીની કલમ 306, 181, 182 તથા 114 અને એટ્રોસીટી એકટની કલમ 3(1) (10) મુજબ ફરિયાદ નોંધવાનો આદેશ કરતો ઓર્ડર કરવામાં આવ્યો હતો અને ત્યાબાદ પ્રાંત અધિકારી, નાયબ મામલતદાર તેમજ અન્ય બે કર્મચારીઓ વિરુદ્ધ બાલાસિનોર પોલીસ સ્ટેશને પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. મહીસાગર જિલ્લા નામદાર કોર્ટના આદેશ બાદ બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ચાર અધિકારીઓ સંતરામપુર પ્રાંત અધિકારી કૌશિક જાદવ, નાયબ મામલતદાર એ વી વલવાઈ, નિલેશ શેઠ તેમજ કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષ પટેલ વિરુદ્ધ બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં આઈ પી સી ની કલમ 306, 181, 182 તથા 114 અને એટ્રોસીટી એકટની કલમ 3(1)(10) મુજબ ફરિયાદ નોંધવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો અને ફરિયાદ થતા જ આ તમામ અધિકારીઓ પોલીસ પક્કડથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
પ્રાંત અધિકારી કૌશિક જાદવ તેમજ અન્ય ત્રણ કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતાં ઘરપકડથી બચવા ફરાર થઈ ગયા હતા. નાયબ મામલતદાર એ વી વલવાઈ દ્વારા આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી ત્યારે મહીસાગર જિલ્લા ન્યાયાલય દ્વારા નાયબ મામલતદારના આગોતરા જામીન મહીસાગર જિલ્લા ન્યાયાલય દ્વારા અસ્વીકાર કરી આગોતરા જામીન ના મંજુર કરવામાં આવતા પ્રાંત અધિકારી તેમજ અન્ય કર્મચારીઓની પણ મુશ્કેલીઓમાં વધારો થયો છે ત્યારે જોવું રહ્યું કે પોલીસ દ્વારા આ અધિકારીઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવે છે કેમ?
ADVERTISEMENT
(વીરેન જોશી.મહીસાગર)
ADVERTISEMENT