પ્રેમને કોઈ સીમાડા ન હોય, સાત સમંદર પારથી વિદેશી લાડી આવી Surat ના વરરાજા સાથે પરણવા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Surat: કહેવાય છે કે પ્રેમને કોઈ સીમાડા નથી હોતા.આવો જ એક પ્રેમનો કિસ્સો સુરતમાં જોવા મળ્યો છે. સુરતમાં અનોખા લગ્ન યોજાયા હતા. રસપ્રદ વાત એ છે કે આપણે ત્યાં ગુજરાતમાં સામાન્ય રીતે વરરાજો જાન લઈને પરણવા આવતો હોય છે પણ આ પ્રેમ કહાણીમાં લંડનની લાડી સુરતના યુવકને પરણવા માટે આવી હતી. આટલુ જ નહીં પરંતુ વિદેશમાં ઉછરી હોવા છતાં આ યુવતીને ભારતીય સંસ્કૃતિ સાથે પણ એટલો જ પ્રેમ હોવાના કારણે લગ્ન પણ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જ કર્યા હતા.

સુરતના યુવકને વિદેશી લાડી સાાથે થયો પ્રેમ
વાત જાણે એમ છે કે, સુરતનો એક યુવક અભ્યાસ માટે પોલેન્ડ ગયો હતો. ભણતા-ભણતા ત્યાંની ગોરીમેમ સાથે સુરતના બાકા જવાનને પ્રેમ થઈ ગયો. આ બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા અને વાત લગ્ન સુધી પહોંચી હતી. સુરતના યુવકને તો પ્રેમ એટલો છે કે એ પોલેન્ડમાં પણ લગ્ન કરવા તૈયાર હતો. પરંતુ પોલેન્ડની આ યુવતી લગ્ન કરવા માટે તો તૈયાર જ હતી પણ શરત એ હતી કે જો લગ્ન ભારતમાં અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે થાય તો જ લગ્ન કરવા છે. અને એટલે જ સાત સમંદર પાર પાંગરેલો પ્રેમ સુરતના યુવકને લગ્ન કરવા માટે પોતાના વતનમાં લઈ આવ્યો.

ભારતીય પરંપરા પ્રમાણે કર્યા લગ્ન
બસ પછી તો શું હોય . શુભ ઘડીઓ આવી, મૂહૂર્ત જોવાયા, લગ્નગીતો ગવાયા ,અને આ યુવતીને ભારતની સંસ્કૃતિ સાથે ખૂબ જ પ્રેમ હતો. જેને લઈને આ કોલેજની યુવતી સુરતના યુવક સાથે લગ્ન કરવા સુરત ખાતે આવી પહોંચી હતી અને તેમના લગ્ન યોજાયા હતા. તેમના લગ્ન ભારતીય સંસ્કૃતિ-વિધિ વિધાન પ્રમાણે થયા હતા.

ADVERTISEMENT

દેશી વર અને વિદેશી વહુરાણી
દેશી વર અને વિદેશી વહુરાણીના આ લગ્ન જોવા માટે લોકો ખુબ આતુર હતા. પણ સૌથી વધારે તો આ વર અને વહુરાણી ઉત્સાહિત હતા. વિદેશી લાડી તો એટલી ઉત્સાહિત હતી કે પોતાના લગ્નના વરઘોડામાં ગરબે ઝૂમતી પણ જોવા મળી હતી. લોકોએ અને આ જોડાના સગા-સંબંધીઓએ ખુબ મજા માણી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT