Lok Sabha Elections: ગુજરાતની આ બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારો કર્યા ફાઈનલ, જુઓ કોને-કોને ઉતારશે મેદાનમાં
Loksabha Elections 2024: લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. લોકસભા ચૂંટણીની જાહેરાત થતાં જ હવે રાજકીય પક્ષોએ ઉમેદવારી પસંદગી પ્રક્રિયા તેજ કરી છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
કોંગ્રેસ હવે ટૂંક સમયમાં ત્રીજી યાદી કરશે જાહેર
કોંગ્રેસના કેટલાક ઉમેદવારોના નામ નક્કી
17 બેઠકો પર કોંગ્રેસે જાહેર કર્યા નથી ઉમેદવાર
Loksabha Elections 2024: લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. લોકસભા ચૂંટણીની જાહેરાત થતાં જ હવે રાજકીય પક્ષોએ ઉમેદવારી પસંદગી પ્રક્રિયા તેજ કરી છે. કોંગ્રેસ હવે ગણતરીના કલાકોમાં ત્રીજી યાદી જાહેર કરે એવી શક્યતા છે. આ વચ્ચે કોંગ્રેસના કેટલાક ઉમેદવારોના નામ નક્કી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા આ તમામ નેતાઓને ફોન કરીને તૈયારીઓ શરૂ કરી દેવાની સૂચનાઓ આપવી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ Happiness Index માં ભારત કરતાં પાકિસ્તાન આગળ, ગુસ્સો કરવામાં ગુજરાતીઓ દેશમાં ત્રીજા સ્થાને, જાણો સંપૂર્ણ યાદી
આ નેતાઓના નામ નક્કી!
ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 17 બેઠકો પર કોંગ્રેસે હજુ સુધી ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ હાઈકમાન્ડે છોટાઉદેપુર, સાબરકાંઠા, દાહોદ, આણંદ, ખેડા, પાટણ અને પંચમહાલ બેઠક પર ઉંમદવારો નક્કી કરી લીધા છે અને આ ઉમેદવારોને તૈયારીઓ શરૂ કરી દેવાની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. જેમાં છોટાઉદેપુરથી સુખરામ રાઠવા, સાબરકાંઠાથી તુષાર ચૌધરી, દાહોદથી પ્રભાબેન તાવિયાડ, આણંદથી અમિત ચાવડા, ખેડાથી કાળુસિંહ ડાભી, પાટણથી ચંદનજી ઠાકોર અને પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણનું નામ નક્કી હોવાનું સૂત્રોના જણાવવામાં આવ્યું છે.
રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો કર્યો છે ઈનકાર
ગુજરાતની 26 બેઠકમાંથી 2 બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. જેમાં ભરૂચ બેઠક પર ચૈતર વસાવા અને ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણા ભાજપ સામે ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસે કચ્છ બેઠક પરથી નીતિશ લાલન, બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોર, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, વલસાડથી અનંત પટેલ, અમદાવાદ વેસ્ટ ભરત મકવાણા અને અમદાવાદ ઈસ્ટ બેઠક પર રોહન ગુપ્તાનું નામ જાહેર કર્યું હતું. જોકે, રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ IPL 2024 New Rules: નવા નિયમો સાથે રોમાંચક બનશે IPL, અમ્પાયર અને બોલર્સને મળશે રાહત
આ બેઠક પર હજુ સુધી નથી જાહેર થયા નામો
કોંગ્રેસ દ્વારા હજુ સુધી 17 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. જેમાં પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત અને નવસારીનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT