Lok Sabha Election 2024: 'અમરેલીથી લડ્યા હોત તો ખબર હતી કે વધેરાઈ જાત', પરસોત્તમ રુપાલા પર શક્તિસિંહનું મોટું નિવેદન

ADVERTISEMENT

Lok Sabha Election 2024
પરસોત્તમ રુપાલા પર શક્તિસિંહનું મોટું નિવેદન
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રાજકોટમાં

point

પરસોત્તમ રૂપાલા પર શક્તિસિંહનો જોરદાર પ્રહાર

point

પરસોત્તમભાઈ અમરેલીથી લડ્યા હોત તો હારી જાતઃ ગોહિલ

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમામ રાજકીય પક્ષો તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીએ 22 બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા હતા. જોકે, આમાંથી 2 ઉમેદવારોએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા હવે 6 બેઠક પર ઉમેદવારનોના નામ જાહેર થવાના બાકી છે. કોંગ્રેસે 20 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, પરંતુ અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવારે રાજીનામું આપી દેતા કોંગ્રેસે 7 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરવાના બાકી છે.  

આ પણ વાંચોઃ EDની કસ્ટડીમાંથી CM કેજરીવાલે જાહેર કર્યો પહેલો ઓર્ડર, દિલ્હીમાં હવે 'જેલમાંથી ચાલી રહી છે સરકાર'

શક્તિસિંહ ગોહિલે રાજકોટમાં કરી બેઠક

છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રની સૌથી હોટ ગણાતી રાજકોટ બેઠકને લઇને કોંગ્રેસમાં કોકડું ગૂંચવાયું છે. ત્યારે આ ગૂંચવણનો ઉકેલ લાવવા માટે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આજે અચાનક રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.  

આ પણ વાંચોઃ IPL 2024: અમદાવાદમાં નહીં, અહીં રમાશે ફાઈનલ મેચ! સામે આવ્યું મોટું અપડેટ

પબ્લિક પરસોત્તમભાઈને ઓળખી ગઈ હતીઃ શક્તિસિંહ ગોહિલ

આ દરમિયાન મીડિયા દ્વારા એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું કોંગ્રેસને રાજકોટમાં કોઈ ઉમેદવાર નથી મળતો કારણ કે સામે પરસોત્તમ રૂપાલા છે? જેના જવાબમાં તેઓએ કહ્યું કે, તેમણે ગોતી ગોતીને માથા મુક્યા હતા એ માથા કેમ ફેરવ્યા. પરસોત્તમભાઈ મારા મિત્ર છે, જો પરસોત્તમભાઈ મોટું માથું હતું તો તેમના વતન અમરેલી લડાવવા હતાને, ત્યાં તો પબ્લિક ઓળખી ગઈ હતી કે માથું વધેરાઈ જશે એટલે રાજકોટ મોકલ્યું. 

ADVERTISEMENT

ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ
 

    follow whatsapp

    ADVERTISEMENT