સુરત વિશ્વ ફલક પર ઝળહળશેઃ PM Modiના હસ્તે ‘સુરત ડાયમંડ બુર્સ’નું લોકાર્પણ, 1.5 લાખ લોકોને મળશે રોજગારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Surat Diamond Bourse: સુરતના ખજોદ વિસ્તારમાં અંદાજિત રૂ.3400 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ‘સુરત ડાયમંડ બુર્સ’નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અંદાજિત રૂ.3400 કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ, ડાયમંડ બુર્સના ચેરમેનરી વલ્લભભાઈ લખાણી, ડિરેક્ટર સર્વ મથુરભાઈ સવાણી, ગોવિંદભાઈ ધોળકિયા, લાલજીભાઈ પટેલ, સુરત ડાયમંડ ઈન્સ્ટીટયુટના ચેરમેન દિનેશભાઈ નાવડિયા, બુર્સ કમિટીના સભ્યો સહિત હીરા ઉદ્યોગના માંધાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરત હવે ડાયમંડ ટ્રેડિંગનું પણ હબ બની જશે

પીએમ મોદીના હસ્તે ‘સુરત ડાયમંડ બુર્સ’ના લોકાર્પણ બાદ સુરત હવે ડાયમંડ ટ્રેડિંગનું પણ હબ બની જશે. સાથે જ 175 દેશોના વેપારીઓને સુરતમાં પોલિશ્ડ ડાયમંડ ખરીદવાનું આગવું પ્લેટફોર્મ મળશે. વિશેષ વાત એ છે કે, કોઈ એક વ્યક્તિએ કે કંપનીએ નહીં, પરંતુ 4200 વેપારીઓએ સાથે મળીને SDBનો વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ સાકાર કર્યો છે.

ADVERTISEMENT

વિશ્વનું સૌથી મોટું બિલ્ડિીંગ

અગાઉ વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડીંગ અમેરિકાનું પેન્ટાગોન હતું, જે 65 લાખ ચોરસ ફૂટનું બાંધકામ ધરાવે છે, પરંતુ હવે દુનિયાના સૌથી મોટા બિલ્ડીંગનું સ્થાન ગુજરાતના સુરતમાં 67 લાખ ચોરસ ફૂટમાં નિર્માણ પામેલા ડાયમંડ બુર્સ બિલ્ડીંગે લઈ લીધું છે. એટલું જ નહીં, નવ ટાવરમાં પથરાયેલું આ બિલ્ડીંગ ગ્રીન બિલ્ડિંગ છે, અને નવીનીકરણ તેમજ ગ્રીન એનર્જીમાં સર્વોચ્ચ એવું પ્લેટિનિયમ ગ્રેડેશન પણ ધરાવે છે. સાથે જ વિશ્વની શ્રેષ્ઠ કહી શકાય તેવી તમામ સવલતો અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ADVERTISEMENT

વેપારમાં પણ થશે મોટો વધારો

ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઈન્ટરકનેકટેડ બિલ્ડીંગ છે. બુર્સની 4500થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે. દુનિયાભરના ડાયમંડ રો-મટિરિયલની હરાજી, રફ, કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ, સ્ટડેડ જ્વેલરી, ડાયમંડ-ગોલ્ડ-સિલ્વર-પ્લેટિનમ જ્વેલરી સહિતની હાઈ વેલ્યુ ગુડ્ઝ મોટી માત્રામાં અહીં ખરીદ-વેચાણ માટે ઉપલબ્ધ બનશે. અહીં 27 ઈન્ટરનેશનલ જવેલરી શો-રૂમ નિર્માણ પામશે જેમાં દેશવિદેશથી આવતા વ્યાપારીઓ, તેમના પરિવારજનો ડાયમંડ જ્વેલરી ખરીદી શકશે. સુરતના હીરાઉદ્યોગમાં 2 લાખ કરોડનો વેપાર થાય છે, ડાયમંડ બુર્સ સાકાર થતા તે વધીને 4 લાખ કરોડ થવાની સંભાવના છે, એટલે કે માત્ર SDB થકી જ વર્ષે 2 લાખ કરોડનો વ્યાપાર થશે. જેનાથી રાજ્ય અને કેન્દ્ર સરકારને ટેક્સની આવકમાં મોટો લાભ થશે.

ADVERTISEMENT

 

રોજગારીની તકોનું કરશે સર્જન

સુરત ડાયમંડ બુર્સ સુરતનાં હીરા ઉદ્યોગની ગતિશીલતા અને વૃદ્ધિ દર્શાવે છે. જે ભારતની ઉદ્યોગ સાહસિક ભાવનાઓનો પણ પુરાવો છે. વેપાર, નવીનતા અને સહયોગ માટે એક હબ તરીકે સેવા આપશે. આપણી અર્થ વ્યવસ્થાને વધુ વેગ આપશે અને રોજગારીની તકોનું સર્જન કરશે.

સુરત ડાયમંડ બુર્સની એક ઝલક

– 67000 લોકો, વ્યાપારીઓ, મુલાકાતીઓ કામ કરી શકે, આવ-જા કરી શકે એટલી ક્ષમતા
– હાઈ સિક્યોરિટી ચેકપોઈન્ટ્સ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ, એન્ટ્રીગેટ પર કાર સ્કેનર્સ
– 67 લાખ સ્કવેર ફુટ બાંધકામ અને ૪૫૦૦ થી વધારે ડાયમંડ ટ્રેડીંગની ઓફિસ
– બિલ્ડીંગ યુટિલીટી સર્વિસીસને મોનિટરીંગ અને કંટ્રોલ કરવા માટે બિલ્ડીંગ મેનેજમેન્ટ

સિસ્ટમ (BMS)
– 300 સ્કવેર ફુટથી 1,00,000 સ્કવેર ફુટ સુધીની અલગ અલગ સાઈઝની ઓફિસો
– દરેક ટાવરને દરેક ફલોરથી કનેકટ કરતું સ્ટ્રકચર “સ્પાઈન”ની લંબાઈ 1407 ફુટ અને પહોળાઈ ઓછામાં ઓછી 24 ફુટ
– ઈમ્પોર્ટ-એક્ષપોર્ટ માટે કસ્ટમ ક્લીયરન્સ હાઉસની સુવિધા
– સ્પાઈનમાં 4 અલગ અલગ સેફ (લોકર) વોલ્ટની સુવિધા
– દરેક ઓફિસમાંથી ગાર્ડન વ્યુ
– સ્પાઈનના કોમન પેસેજને ઠંડો રાખવા માટે- રેડિયન્ટ કુલીંગ સિસ્ટમ
– ગ્રાઉન્ડ ફલોર પર મેમ્બરો માટે બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ વગેરે સુવિધાઓ
– સંપુર્ણ એલિવેશન: ચારે બાજુથી ગ્રેનાઈટ અને કાચથી કવર
– ફલોર હાઈટ: ગ્રાઉન્ડ ફલોર-21 ફુટ, ઓફિસ-13 ફુટ
– મેઈન સેરમેનીયલ એન્ટ્રીની હાઈટ: 229 ફુટ
– ઈલેકટ્રીકલ સિસ્ટમમાં કેબલના સ્થાને BBT (બઝ બાર ટ્રંકિંગ)નો ઉપયોગ
– યુટિલીટી સર્વિસ માટે અલગ બિલ્ડીંગની વ્યવસ્થા
– સેન્ટ્રલાઈઝ કુલિંગ સિસ્ટમ (ચીલર અને કુલીંગ ટાવર)
– પ્રત્યેક બે ટાવર વચ્ચે 6000 સ્કવેર મીટર (3 વિઘા) જેટલું ગાર્ડન: સ્પાઈનમાં દરેક ફ્લોર પર ગાર્ડન સાથેનું એટ્રીયમ
– દરેક ટાવરમાં લકઝુરીયસ એન્ટ્રન્સ ફોયર
– એક્સેસ કંટ્રોલ સિસ્ટમ – ટચ લેસ અને કાર્ડ લેસ
– 54,000 મેટ્રીક ટન લોખંડના સળીયાનો ઉપયોગ
– 5 લાખ ક્યુબિક મીટર કોન્ક્રીટનો ઉપયોગ
– 11.25 લાખ સ્કવેર ફુટ એલિવેશન ગ્લાસ
– 12 લાખ રનીંગ મીટર, ઈલેકટ્રીકલ અને આઈ.ટી ફાઈબર વાયર, 5.50 લાખ રનીંગ મીટર HVAC, ફાયર ફાઈટીંગ અને પ્લમ્બિંગ પાઈપ
– 5 એન્ટ્રી, 5 એક્ઝીટ અને 7 પેડેસ્ટ્રીયન ગેટ

    follow whatsapp

    ADVERTISEMENT