નર્મદાઃ 6 વર્ષીની બાળકી પર દુષ્કર્મ આચરનાર યુવાનને કોર્ટે 20 વર્ષની કેદ અને દંડની સજા

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news
નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ નર્મદાના અંતરિયાળ સાગબારાના નાલ ગામે 6 વર્ષીય બાળકી પર જાતીય દુષ્કર્મ આચરનાર રાક્ષસી કૃત્ય કરનાર નરાધમ યુવાનને કોર્ટે 20 વર્ષની કેદ અને 25 હજારનો દંડ કરતો ચુકાદો આપ્યો છે. બાળકી જ્યારે બાળ મિત્રો સાથે રમતી હતી ત્યારે આ શખ્સ તેને બળજબરીથી ઉઠાવી ગયો હતો. સમગ્ર વાત પોતાની માતાને કરતા આખરે આ મામલે પોલીસ ફરિયાદ થઈ હતી. પોલીસે નરાધમને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
નર્મદા જિલ્લામાં 2019માં 19 ઓગસ્ટના રોજ શ્રાવણ માસનો સોમવાર હોવાથી શાળા સવારની હતી. જેથી સાગબારાના નાલ ગામે રહેતી 6 વર્ષીય બાળકી એના નાના ભાઈ સાથે શાળાએ જઈ ઘરે પરત ફરી હતી. બાળકીના માતા-પિતા ખેતરે ગયા હતા જેથી બાળકી અન્ય નાના બાળ મિત્રો સાથે ઘર નજીક રમી રહી હતી. એ દરમિયાન બપોરે 2 વાગ્યાની આસપાસ નજીકમાં જ રહેતો અક્ષય ગીજા વસાવા ત્યાં આવ્યો અને બાળકીને લાલચ આપી કે ચાલ તને મોબાઈલમાં પિકચર બતાવીશ. એ બાળકી એની વાત માની નહીં જેથી અક્ષયે બાળકીને એની મરજી વિરૂદ્ધ બાવડું પકડી એના ઘર તરફ લઈ ગયો હતો.
બાળકીએ બુમો પાડતા શખ્સ ભાગી ગયો
દરમિયાન એ બાળકીએ મોટેથી બુમ પાડતા બાળ મિત્રો ત્યાં દોડી આવ્યા હતા. ઘરની ભીંતના છીંડામાંથી જોતા અક્ષય બાળકી સાથે જાતીય અડપલાં કરી રહ્યો હોવાનું એમણે જોયું હતું. બાળકીએ બુમા બુમ કરતા અક્ષય ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પીડીત બાળકીએ આ સમગ્ર ઘટના બાબતે પોતાની માતા અને પિતાને ફરિયાદ કર્યા બાદ એમણે અક્ષય વિરુદ્ધ જાતીય દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
સમગ્ર ઘટનાનો કેસ નર્મદા જિલ્લાના રાજપીપળાની એડીશનલ સેશન્સ કોર્ટના જજ એન.એસ. સિદ્દીકીની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ  21 માર્ચ 2023 ના આરોપી અક્ષય  ગિજા વસાવા ઉંમર 24 નો ગુન્હો સાબિત થતા કોર્ટે   20 વર્ષની કેદ અને 25 હજારના દંડની સજા ફટકારી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT