લગ્નમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવા મામલે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનું વિપરિત નિવેદન જાણો શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ પાટીદાર સમજમાં દીકરીઓ ઓછી હોવા બાબતે ખોડલધામ મંદિર ટ્રસ્ટના નરેશ પટેલે સમાજને કરી અપીલ સાથે વિનંતિ કરી છે કે વધારેમાં વધારે સમાજમાં દીકરીઓ રહે. આ ઉપરાંત તેમણે હાલમાં જ કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા વિધાનસભામાં કોર્ટ મેરેજમાં માતા પિતાની સહિ ફરજિયાત કરવાની માગને લઈને પણ નિવેદન આપ્યું હતું. તેમણે કોર્ટ મેરેજ વખતે માં બાપની હાજરી હોવી જોઈએ તે મુદ્દે કહ્યું કે, માં બાપ પણ સમજે આ 21 મી સદીની અંદર છે બે પાત્ર ને પ્રેમ થાય અને બન્ને સારી રીતે જીવી શકતા હોઈ તો શું કામ એમના લગ્ન ન કરવા પણ 21 મી સદીની અંદર આ એક સ્વતંત્ર વિચાર છે.

ગુજરાતમાં કશ્મીર જેવો માહોલઃ Video જોઈ ચોંકી જશો

કેવડિયામાં પાટીદાર સમાજની સંસ્થાએ કેમ જમીન ખરીદી?
નર્મદા જિલ્લાના કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક વિસ્તારમાં ખોડલધામ મંદિર ટ્રસ્ટ અતિથિ ગૃહ, શિક્ષણ લક્ષી ભવન બનાવાશે જે અંગે આજે શુક્રવારે જમીન અતિ ગ્રહણ કાર્યક્રમમાં અધ્યક્ષ નરેશ પટેલ સહિત અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના વિસ્તારમાં ખોડલધામ મંદિર ટ્રસ્ટ અતિથિ ગૃહ, શિક્ષણ લક્ષી ભવન બનાવાશે જેના જમીન અતિ ગ્રહણ કાર્યક્રમમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની જગ્યા લઈ સ્કૂલ બનાવવામાં વિચારી રહી છે. ખોડલધામ મંદિર ટ્રસ્ટ અહિયા એક સંકુલ બનાવવા માંગે છે જે માટે આ જમીન લીધી છે. જેમાં અતિથિ ગૃહ તેમજ શિક્ષણ માટેના અલગ ભવન, અને આરોગ્ય ભવન પણ બનાવવામાં આવશે. પાટીદાર સમાજમાં દીકરીઓની ઓછી સંખ્યા હોવા બાબતે પ્રશ્ન પૂછતાં જણાવ્યું હતું કે, ઐતિહાસિક બાબતો છે સાઇકલ છે ચાલ્યા જ કરશે. અર્થ ઇઝ રાઉન્ડ ચિંતાનો વિષય બિલ્કુલ છે જે રીતે અત્યારે રેશિયો ચાલી રહ્યો છે જે સરખો નહીં જેથી બધાને તકલીફ પડે છે. બધાને વિનંતી છે કે વધારેને વધારે દીકરીઓ આપણા સમાજમાં રહે એવી બધાને નમ્ર અપી છે.

દૂધ પીવડાવતા બાળક મૃત્યુ પામ્યુંઃ માતા મોટા પુત્રને લઈ કુવામાં કુદી પડી, કરુણ અંજામ

કોર્ટ મેરેજમાં માતાપિતાની સહી અંગે શું કહ્યું
નરેશ પટેલે કોર્ટ મેરેજમાં માતાપિતાની સહિ અંગે ધારાસભ્યની માગ કરતા વિપરિત નિવેદન આપ્યું હતું. તેમને સવાલ કરવામાં આવ્યો કે, વિધાનસભામાં કોંગ્રેસ બીજેપીના ધારાસભ્ય કહે છે કે કોર્ટ મેરેજ માં બાપની હાજરી અનિવાર્ય હોય એ બાબતે તમારું શુ કહેવું છે. તેઓએ જણાવ્યું કે, ચોક્કસ પણે કહી શકાય છે માં બાપ દીકરા દીકરીને મોટા કરે એમનો અધિકાર છે. તેઓ લગ્ન જીવનમાં બંધાતા હોઈ તો એનો અધિકાર છે. માં બાપ પણ સમજે આ 21 મી સદીની અંદર બે પાત્રને પ્રેમ થાય અને બંન્ને સારી રીતે જીવી શકતા હોઈ તો શું કામ એમના લગ્ન ન કરવા? પણ 21 મી સદીની અંદર આ એક સ્વતંત્ર વિચાર છે લોકોને પોતાની રીતે જીવવા દેવા જોઈએ એવુ હું માનું છું. કોંગ્રેસ ભાજપ જે કહેતી હોય તે કહે પરંતુ મારું તો એવું કહેવું છે કે બધા શાંતિથી જીવે. સારી રીતે જીવે, શાંતિથી રહે આજે 21મી સદી છે અને બધા ઇન્ડિપેન્ડન્ટ છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT