બોલો..ખેડામાં ભૂમાફિયાઓએ આખા ગામનો દસ્તાવેજ કરી નાખ્યો? અમદાવાદના સૌથી મોટા કિડનેપીંગ સાથે કનેક્શન

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના દાદાના મુવાડા ગામેથી અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે, ભૂમાફિયાઓ દ્વારા આખા ગામનો દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં ગામમાં દૂધની ડેરી, શાળા અને અહીં સુધી કે ગામની પંચાયતની જગ્યાનો પણ દસ્તાવેજ કરી દેવાયાના આક્ષેપો થઈ રહ્યા છે. જ્યારે મામલતદારની તપાસમાં આવું કઈ થયું જ ના હોવાનું સામે આવી છે. જેના કારણે આ અંગે મડાગાંઠ થઈ ગઈ છે કે આખરે સત્ય શું છે?

ગામની પંચાયત, શાળાઓ સહિતની મિલ્કતના દસ્તાવેજો થયા?
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં પ્રસિદ્ધ ભાથીજીનું મંદિર એટલે કે ફાગવેલ નજીક આવેલા દાદાના મુવાડા ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે અમદાવાદના ભૂમાફિયાઓ દ્વારા તેમના ગામમાં આવેલી હજારો વીઘા જમીનો બારોબાર દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે. ખેડૂતોનું માનીને ચાલીએ તો જે સર્વે નંબર ખેડૂતો જણાવી રહ્યા છે, તે સર્વે નંબરમાં ગામની પંચાયત, દૂધની ડેરી, શાળા સહિત અનેક મિલકતોનો બારોબાર દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે.

લગ્નમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવા મામલે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનું વિપરિત નિવેદન જાણો શું કહ્યું

ખેડૂતો ગભરાઈને તંત્રને રજૂઆત કરવા પહોંચ્યા
આજે જમીન ખેડી પોતાની રોજી રોટી મેળવતા ખેડૂતો દસ્તાવેજનું નામ સાંભળતાની સાથે જ ગભરાઈને તંત્ર પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. આશરે 40 જેટલા ખેડૂતો આજે નડિયાદ કલેક્ટર કચેરીએ પહોંચી ખેડા કલેકટરને આવેદન આપ્યું હતું. આવેદન આપ્યા બાદ મૌખિક રજૂઆતમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમદાવાદના કુંદન ઠાકોર અને જનક ઠાકોર દ્વારા આખે આખા ગામનો દસ્તાવેજ જમીન ખેડતા ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર કરી દેવામાં આવ્યો છે. તો આ સંપૂર્ણ બાબતે અહીં આગળ રહેતા રહીશોને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરી હતી.

ADVERTISEMENT

અમદાવાદના ઐતિહાસિક કિડનેપીંગ સાથે શું કનેક્શન
પ્રાપ્ત થઈ રહેલી માહિતી પ્રમાણે એવું માનવામાં આવી રહ્યું છે કે અહીંના ખેડૂતો જે જનક ઠાકોર અને કુંદન ઠાકોરની વાત કરી રહ્યા છે તેમના નામ હાલમાં જ અમદાવાદના ઈતિહાસમાં ન થઈ હોય તેવી સૌથી મોટી કિડનેપીંગના ગુનામાં આવ્યું છે. તે ઘટનામાં પણ મામલો હંસપુરા વિસ્તારની છ વીઘાની કરોડોની જમીનનો હતો. આ બંને શખ્સો અને તેમના સાગરિતોએ મળીને કુલ 19 લોકોના અપહરણ કર્યાની ફરિયાદ પણ નોંધાઈ છે.

‘લતીફ-ચીમન પટેલનું નામ નથી લેવા માગતો’: ગૃહમાં હર્ષ સંઘવીના નિવેદનથી મોઢવાડિયા લાલઘૂમ

કઠલાલના મામલતદાર શું કહે છે?
તો બીજી તરફ કઠલાલ મામલતદાર ડી.પી.ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું કે, “આવેદનમાં બતાવેલા સર્વે નંબરમાં રેકર્ડ ચેક કરતા હાલ કોઈપણ જાતનો વેચાણ કે દસ્તાવેજ થયો નથી અને જો ભવિષ્યમાં આ સર્વે નંબરોમાં કોઈ નોંધ દાખલ થશે તો તેની યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.”

ADVERTISEMENT

હવે આ મામલે મામલતદારના તપાસ બાદ તેમના નિવેદનથી આવું કંઇજ થયું ન હોવાનુ સામે આવ્યું છે. જ્યારે ગ્રામના ખેડૂતો આખા ગામનોજ દસ્તાવેજ થઈ ગયો હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે આગળ જતા આ મામલે શું નવો વળાંક આવે છે તે જોવું રહ્યું.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT