ભારે હેવી ડ્રાઈવરઃ અમરેલીમાં GSRTCની બસ રોંગ સાઈડમાં રોડ પરથી ઉતરી, 15ના જીવ બચ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલીઃ સલામત સવારી એસટી હમારી, સૂત્ર તમે સાંભળ્યું હશે પરંતુ ઘણી વખત એવા બનાવો બની ચુક્યા છે કે સલામત સવારી પર પ્રશ્નાર્થ ઊભા થાય. આવી જ એક ઘટના અમરેલીમાં બની છે. ધારીના ચાલાલા પાસે એક એસટી બસ ન રોંગ સાઈડમાં જઈને રોડ પરથી ઉતરી ગઈ હતી. આ બનાવ બન્યો ત્યારે બસમાં 15 લોકો હતા જેમના જીવ પડીકે બંધાયા હતા.

Gujarat Covid19 Update: નવા 176 કેસ નોંધાયા, 1નું મોત, કુલ એક્ટીવ કેસ 916 થયા

15 લોકોનો આબાદ બચાવ
અમરેલીમાં આજે મંગળવારે અમદાવાદથી કોડીનારના રૂટની એક એસટી બસ રોડ પરથી ઉતરી ગઈ હતી. રોડની બાજુમાં રહેલા ખાડામાં ખાબકી હતી. આ બનાવ ધારીના ચાલાલા નજીક આવેલા ગરમલી પાટિયા પાસે બન્યો હતો. જોકે સદ નસીબે ખાડો એટલો ઉંડો ન હતો અને બસ પલટી ખાઈ ગઈ ન હતી. બસ ઉતરી જતા બસમાં રહેલા 15 વ્યક્તિઓના જીવ જોખમાયા હતા. આખરે તમામનો આબાદ બચાવ થતા સહુએ હાંશકારો લીધો હતો.

(ઈનપુટઃ હિરેન રાવિયા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT