ગુજરાતીઓ માસ્ક પહેરાવાની તૈયારી કરી લોઃ કોરોનાના આંકડાઓમાં વધારો
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપણે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ, સેનિટાઈઝરના ઉપયોગ કે હાથ ધોવા વગેરે જેવી તકેદારીઓથી અડઘા રહેવા લાગ્યા છે કારણ કે કોરોનાને હવે…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપણે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ, સેનિટાઈઝરના ઉપયોગ કે હાથ ધોવા વગેરે જેવી તકેદારીઓથી અડઘા રહેવા લાગ્યા છે કારણ કે કોરોનાને હવે આપણે જાણે ગંભીર ગણતા નથી અથવા તો સમજવા લાગ્યા છીએ કે કોરોના જતો રહ્યો છે પરંતુ તેવું નથી. સતત પોતાના વેરિએન્ટમાં બદલાવ કરતા રહેતા કોરોનાના ગુજરાતમાં કુલ કેસ 655 થઈ ગયા છે જેમાંથી 4 વ્યક્તિની હાલત ગંભીર છે. તેમને વધુ સારવાર માટે વેન્ટિલેટર પર રાખવામાં આવી રહ્યા છે.
SP સંજય ખરાતનો કડક ફેંસલોઃ કેમિકલ માફિયાઓની ભાઈબંધી અરવલ્લીના પોલીસકર્મીને પડી ભારે
શું છે રાજ્યમાં કોરોનાની હાલની સ્થિતિ
આજે શનિવારે સરકારે આપેલી જાણકારી પ્રમાણે ગુજરાતમાં કુલ કોરોનાના નવા 179 કેસ નોંધાયા છે. 45 વ્યક્તિને કોરોનાથી લડવામાં સફળતા મળતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 668 લોકોએ આજે વેક્સિન લીધી છે. તેમાં સૌથી વધારે કેસ જે આજે આવ્યા છે તેમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે 84 કેસ છે, મહેસાણામાં 21 અને તે પછી રાજકોટમાં 19 કેસ નંધાયા છે. આ પછી સુરત, સાબરકાંઠા, અમરેલી, સુરેન્દ્રનગર, વડોદરા, ગાંધીનગર, ખેડા, ભાવનગર, જુનાગઢ, પોરબંદર સહિત મોટાભાગના જિલ્લાઓમાં પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સરકારી આંકડા પ્રમાણે 11047 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે જ્યારે 12,66,881 લોકો કોરોના સામે જીત્યા છે. ગુજરાતમાં પ્રથમ, બીજો ડોઝ અને પ્રીકોશન ડોઝ મળીને કુલ 12,80,94,492 વેક્સીન અપાઈ ચુકી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT