SP સંજય ખરાતનો કડક ફેંસલોઃ કેમિકલ માફિયાઓની ભાઈબંધી અરવલ્લીના પોલીસકર્મીને પડી ભારે

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

અરવલ્લીઃ અરવલ્લીના માલપુર પોલીસના કોસ્ટેબલને હાલમાં જ ગેરકાયદે કેમિકલ ભરેલા વાહનમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ મામલે જિલ્લા પોલીસ વડા પોલીસ કર્મચારીની આ કામગીરીથી અત્યંત નારાજ થયા હતા. આ અંગે ઘટતી કાર્યવાહીઓ સાથે સાથે પોલીસ કર્મચારીને પણ તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અરવલ્લીનો પોલીસ કોન્સ્ટેબલ મહિસાગરના વિરપુર પાસેથી કેમિકલના વાહન સાથે ઝડપાયો હતો.

z+ સિક્યુરિટીમાં ફરતા કિરણ પટેલનું વડોદરા-અરવલ્લી કનેક્શન, જાણો શું હતો મામલો

લોકોએ પોલીસ કર્મચારીને માર માર્યો
મહિસાગરના વીરપુર નજીક કેમિકલ ભરેલું વાહન ઠલવાવાનું હતું. જેમાં અરવલ્લીના માલપુર ખાતેનો પોલીસ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ ખાંટ કેમિકલ ભરેલા વાહનમાંથી પકડાયો હતો. કેમિકલ કાંડમાં પોલીસ કર્મચારીની પણ સંડોવણી બહાર આવતા ભારે થુથુ થઈ હતી. એટલું જ નહીં પણ પોલીસ કર્મચારી અને વાહનના ડ્રાઈવરને અહીં લોકોએ પકડી પાડ્યો હતો અને મેથીપાક પણ આપ્યો હતો. જોકે કોઈપણ પ્રકારની હિંસાનું ગુજરાતતક સમર્થન કરતું નથી, અમે માનીએ છીએ કે એક ન્યાયીક પ્રક્રિયાથી આગળ વધવું. આ ઘટનામાં માલપુર પોલીસ સ્ટેશનમાં સરકારી વાહન ચલાવતા ડ્રાઈવર ભુપેન્દ્રસિંહની કાળી કરતુતોથી ખુદ એસપી સંજયસિંહ ખરાત પણ નારાજ થયા હતા. તેમણે પોલીસ કર્મચારીની સંડોવણી બહાર આવતા સખ્ત કર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં પોલીસ ભુપેન્દ્રસિંહને સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.

(ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)

આ પણ વાંચો

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT