Kutch News: ગંભીર બિમારીના દર્દીઓને સારવાર આપનાર નીકળ્યો મુન્નાભાઈ, પોલીસે દબોચ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Kutch News: અંજાર તાલુકાના વરસામેડીમાં ખાનગી દવાખાનું ચલાવતો ડોક્ટર બોગસ નીકળ્યો છે. ડોકટર અનેક ગંભીર બીમારી ધરાવતા દર્દીઓને સારવાર આપી ચુક્યો હોવાનો પણ ઘટસ્ફોટ થઈ રહ્યો છે. આ ડોક્ટર સામે હવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આવા તો કેટલાય શખ્સો હમણાં કેટલાક સમયથી ગુજરાતમાં ડોક્ટર ના હોવા છતા મેડિકલ પ્રેક્ટિસ કરીને લોકો સામે ડોક્ટર હોવાના દાવાઓ કરી ચુક્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં તો જાણે કે રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ છે. એવા ગામડાઓ કે જ્યાં સરકાર કે ખાનગી હોસ્પિટલ કે ડોક્ટર્સ પહોંચ્યા જ નથી તેવા વિસ્તારો આવા મુન્નાભાઈઓ માટે તો ક્રિમ પ્લેસ બની જતા હોય છે.

લોકોને દવાઓ અને ઈન્જેક્શન આપી કરતો સારવાર

પૂર્વ કચ્છ એસ.ઓ.જી પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ એસ.ઓ.જી પોલીસ મથકની ટીમને ખાનગી રાહે બાતમી હકીકત મળેલી કે, અંજાર તાલુકાના વરસામેડી સીમમાં આવેલા શાંતિધામ-5 નંબરની સોસાયટીની બાજુમાં આવેલા મહાદેવનગરમાં જોશી ક્લિનિક લખેલી દુકાનમાં પારસમલ મોહનલાલ જોશી રહે. શાંતિધામ, તાલુકો અંજાર પોતાની પાસે ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં મેડિકલ પ્રેક્ટિસ કરે છે.

Gujarat Assembly news: વિધાનસભામાં રજૂ કરાયું OBC અનામત બિલ, અધિનિયમમાં સુધારો કરતું વિધેયક

મળેલ બાતમીના આધારે અંજાર પોલીસે સરકારી મેડીકલ ઓફિસરને સાથે રાખી આ દવાખાના પર રેડ કરી હતી. જેમાં ડોક્ટર પારસમલ મોહનલાલ જોશી પાસે કોઈ માન્ય ડિગ્રી ન હોવા છતાં તે લોકોને એલોપેથી દવાઓ-ઈન્જેક્શનો આપી ઈલાજ કરતો હોવાનું માલુમ પડતાં પોલીસે ખરાઈ કરી ગુનો નોંધ્યો હતો. આ તબીબના દવાખાનામાંથી એલોપેથી દવાઓ, મેડીકલ સાધનો વગેરે મળીને કુલ રૂ. 11,377નો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવા માટે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લા અનેક બોગસ ડોકટર દર્દીઓને સારવાર આપે છે જેના કારણે લોકોના સ્વાસ્થય પર સંકટ છે. છતાંય આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં જોવા મળે છે, અત્યાર સુધી આરોગ્ય વિભાગે બોગસ ડોકટરો પર કોઈ ઠોશ ઉદાહરણરૂપ કાર્યવાહી કરી નથી.

    follow whatsapp

    ADVERTISEMENT