Gujarat Assembly news: વિધાનસભામાં રજૂ કરાયું OBC અનામત બિલ, અધિનિયમમાં સુધારો કરતું વિધેયક - gujarat assembly news gujarat law minister rushikesh patel introduced the obc reservation bill in the assembly - GujaratTAK
આપણું ગુજરાત રાજનીતિ લેટેસ્ટ સ્ટોરીઝ

Gujarat Assembly news: વિધાનસભામાં રજૂ કરાયું OBC અનામત બિલ, અધિનિયમમાં સુધારો કરતું વિધેયક

Gujarat Assembly news: ગુજરાત વિધાનસભામાં ઓબીસી અનામત (OBC reservation) બિલ રજુ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પ્રોવિન્શિયલ મ્યુ. કોર્પોરેશન અધિનિયમ 1949ની કલમ 5 અને પેટા કલમ 6માં સુધારો કરતું આ વિધેયક હવે ગુજરાત વિધાનસભાના ટેબલ પર પહોંચ્યું છે. આપને જણાવી દઈએ કે કોર્પોરેશનમાં હવે 10 ટકાને બદલે 27 ટકા OBC reservation રાખવાનો સુધારો આ વિધેયકમાં કરવામાં […]

Gujarat Assembly news: ગુજરાત વિધાનસભામાં ઓબીસી અનામત (OBC reservation) બિલ રજુ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પ્રોવિન્શિયલ મ્યુ. કોર્પોરેશન અધિનિયમ 1949ની કલમ 5 અને પેટા કલમ 6માં સુધારો કરતું આ વિધેયક હવે ગુજરાત વિધાનસભાના ટેબલ પર પહોંચ્યું છે. આપને જણાવી દઈએ કે કોર્પોરેશનમાં હવે 10 ટકાને બદલે 27 ટકા OBC reservation રાખવાનો સુધારો આ વિધેયકમાં કરવામાં આવ્યો છે. સાથે જ તમામ પ્રકારની અનામત 50 ટકા કરતા વધુ ના થાય તેની પણ જોગવાઈ આ સુધારા વિધેયકમાં કરવામાં આવી છે. સૌથી વધારે સુધારો ખાસ કરીને ગુજરાત પંચાયત અધિનિયમ 1993માં કરવામાં આવ્યો છે.

OBC લોકો માટે આશાનું કિરણ બન્યું બિલ

ગુજરાતના ઓબીસી કેટેગરીમાં આવતા લોકો માટે આશાનું કિરણ બનેલા સુધારા વિધેયકને આજે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે. કેબિનેટ મંત્રી ઋષિકેષ પટેલ આ પ્રસ્તાવ લઈને આવ્યા છે. તેમણે 10 ટકા અનામતના 27 ટકા વધારો કરતું બિલ રજૂ કર્યું છે. આ બિલ મહાનગરપાલિકા, પાલિકા, ગુજરાત પંચાયતના અધિનિયમોમાં સુધારો કરશે. આપને જણાવી દઈએ કે આ બિલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC reservationને 27 ટકા કરવાની જોગવાઈ કરી રહ્યું છે. જોકે તેના કારણે એસસી-એસટીને મળતા અનામતના લાભને કોઈ અસર નહીં થાય. સાથે જ હોદ્દાઓમાં 50 ટકાની કુલ મર્યાદામાં પણ તેની અસર નહીં થાય તે રીતે 27 ટકા અનવામત OBC reservation માટે રહેશે.

Dahod train news: દાહોદથી આણંદ જતી મેમુ ટ્રેન સળગી, ફર્સ્ટ ક્લાસનો આખા ડબ્બામાં ફેલાઈ ગઈ

ચૂંટણી પહેલા OBC મતદારો થશે ખુશ

આ બિલ રજૂ કરવાની સાથે જ ચૂંટણી પહેલા પણ ભાજપનું કામ સરળ થાય તેવું માનવામાં આવી રહ્યું છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા OBC reservationમાં વધારો કરવાનો આ નિર્ણય ચૂંટણી લક્ષી હોવાનું પણ રાજકીય પંડીતો માને છે. તેઓ આ કામને લઈ મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવશે સાથે જ OBC સમાજમાં અનામતની આગને આ બિલને કારણે શાંત કરવાનું પગલું ગણાવે છે. ઉલ્લેખનીય છે કે આ સાથે જ કોંગ્રેસ અને આપ સહિતની અન્ય પ્રતિસ્પર્ધિ પાર્ટીઝને પણ હવે ચૂંટણી રણનીતિ બદલવી પડશે કારણ કે એક ઝાટકે ઓબીસી મતદારોને ખુશ કરી દેવાના આ નિર્ણયથી તેમના રાજકીય ગણિત ફરી જશે તે નક્કી છે. હવે પાછું OBC ને 17 ટકા વધુ બેઠકોનો લાભ પણ મળશે. જેથી OBC જનતાનું રાજકીયક્ષેત્રમાં પ્રભાવ વધશે તેવો અંદાજ છે. જોકે આ પ્રકારના દાવા કેટલા સાચા ઠરે છે તે આવનારો સમય બતાવશે.

45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…