‘ડબલ એન્જિનની સરકારમાં કિરણ પટેલ જેવી ઘટના અત્યંત શરમનજક’, વિધાનસભામાં ગૂંજ્યું મહાઠગનું નામ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: નકલી PMO અધિકારી કિરણ પટેલનું નામ અત્યારે દેશભરમાં ખૂબ ચર્ચામાં છે. PMO અધિકારી બનીને મહિનાઓ સુધી કાશ્મીરમાં Z+ સિક્યોરિટીમાં ફરનારા કિરણ પટેલની જમ્મુ-કાશ્મીર પોલીસ ધરપકડ કરી લીધી છે. ત્યારે વિધાનસભાના બજેટ સત્રમાં પણ કિરણ પટેલનું નામ ગૂજ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કિરણ પટેલના મુદ્દે સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવતા આક્ષેપો કર્યા હતા.

કિરણ પટેલ પર શું બોલ્યા કોંગી ધારાસભ્ય?
કોંગી ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં કહ્યું કે, ડબલ એન્જિનની સરકાર ચાલી રહી છે ત્યારે કિરણ પટેલ જેવી ઘટના બનવી એ અત્યંત શરમનજક છે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં નોકરી કરતા હોવાનું જણાવી સરકારી તંત્રનો દુરુપયોગ કરનારા કિરણ પટેલના તાર ગુજરાત સુધી જોડાયેલા છે. જોકે તેમ છતાં રાજ્યની IB કંઈ કરી શકી નથી.

કાયદો અને સલામતી મામલે પણ સરકારને ઘેરી
શૈલેષ પરમારે આ સાથે જ તાજેતરમાં બનેલા કરાઈ એકેડમીમાં બોગસ PSI, IAS અને IPSની જાસૂસી કાંડ, પેપરલીક જેવી ઘટના, સરકારી પાયલટ બે વર્ષ સુધી સરકારી વિમાનનો દુરુપયોગ કરવો જેવા મામલે પણ સરકારને ઘેરી હતી અને રાજ્યમાં કાયદો અને સલામતીની સ્થિતિ સારી ન હોવાનું જણાવ્યું હતું.

ADVERTISEMENT

ભાજપે કોંગ્રેસનું શાસન યાદ કરાવ્યું
જોકે કોંગી ધારાસભ્યના આક્ષેપો સામે ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણી તથા ઉદય કાનગડ બચાવમાં આવ્યા હતા અને કોંગ્રેસના શાસનમાં ભગવાન પણ સુરક્ષિત નહોતા એમ જણાવ્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT