Kheda: તસ્કરોએ ભગવાનને પણ ના છોડ્યા! સંતરામપુર મંદિરમાં સોના-ચાંદીના આભૂષણો સહિત લાખોની ચોરી
Kheda News: બેફામ બનેલા તસ્કરો હવે મંદિરને નિશાન બનાવવા લાગ્યા છે. ખેડા જિલ્લાના રઢુ ગામમાં આવેલા સંતરામ મંદિરમાં તસ્કરોએ દરવાજા તોડીને ભગવાનના સોના-ચાંદીના આભૂષણો સહિત લાખોની ચોરી આચરી હતી.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
ખેડાના રઢુ ગામે આવેલ સંતરામ મંદિરના રૂમના દરવાજા ના તાળા તોડી હાથફેરો કર્યો.
બે તિજોરીમાંથી સોના-ચાદીના છત્ર સહિત 7 લાખ રોકડ રકમનો હાથફેરો કર્યો.
સ્થાનિક પોલીસ સાથે LCB પોલીસ દોડી આવી તપાસ હાથ ધરી.
Kheda News: બેફામ બનેલા તસ્કરો હવે મંદિરને નિશાન બનાવવા લાગ્યા છે. ખેડા જિલ્લાના રઢુ ગામમાં આવેલા સંતરામ મંદિરમાં તસ્કરોએ દરવાજા તોડીને ભગવાનના સોના-ચાંદીના આભૂષણો સહિત લાખોની ચોરી આચરી હતી. વહેલી સવારે પૂજારીને મંદિરમાં ચોરીની જાણ થતા તેમણે પોલીસે જણાવ્યું હતું. ઘટનાને લઈને સ્થાનિક પોલીસની સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી.
આ પણ વાંચો: AAP-કોંગ્રેસ વચ્ચે ત્રણ રાજ્યોમાં ગઠબંધન પર સહમતી, ગુજરાતમાં AAPને કેટલી સીટ મળશે?
મંદિરમાં તસ્કરોનો હાથ ફેરો
વિગતો મુજબ, ખેડા જિલ્લાના રઢુ ગામમાં આવેલા કામનાથ મહાદેવની બાજુમાં આવેલા સંતરામ મંદિરમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ મંદિરના દરવાજા તોડીને ભગવાનના સોના-ચાંદીના છત્ર અને રોકડ રકમની ચોરી કરી હતી. જેમાં ચાર કિલો ચાંદી અને ચાર તોલા સોનું હતું અને 7 લાખની રોકડ પણ ચોરાઈ હતી. મંદિરના ગર્ભગૃહની બાજુના રૂમમાં આવેલી તિજોરી તોડીને તસ્કરોએ પણ હાથ સાફ કર્યો હતો.
આ પણ વાંચો: IPL 2024 Schedule: IPLના 15 દિવસના શેડ્યૂલની થઈ જાહેરાત, આ બે ટીમો રમશે ઓપનિંગ મેચ
ચોરોની તપાસમાં LCBની ટીમ જોડાઈ
ઘટનાની જાણ થતા જ ખેડા ટાઉન પોલીસ દોડતી થઈ હતી. ચોરીના મુદ્દામાલની કિંમત મોટી હોવાથી LCBની ટીમ પણ તેમાં જોડાઈ હતી. ત્યારે ડોગ સ્ક્વોડ અને ટેકનિકલ ક્લુના આધારે હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે. મંદિરની આસપાસમાં જ રહેણાંક વિસ્તાર અને નદી આવેલી છે, ત્યારે હાલમાં જ પોલીસને કોઈ જાણભેદૂએ જ રેકી કરીને ચોરી કરી હોવાની આશંકા છે.
ADVERTISEMENT
(ઈનપુટ: હેતાલી શાહ, ખેડા)
ADVERTISEMENT