Kheda News: સિરપ કાંડમાં ખૂલ્યું મુંબઈ કનેક્શન, આયુર્વેદિક સિરપ બનાવવા કેમિકલ સપ્લાય કરનાર ઝડપાયો
Kheda Syrup Scandal: ખેડાના બિલોદરા ગામમાં નશાકારણ આયુર્વેદિક સિરપ પીવાના કારણે 6 જેટલા લોકોના મોત Kheda Syrup Scandalનિપજ્યા છે. જેને લઈને રાજ્યભરમાં પોલીસ દ્વારા આયુર્વેદિક…
ADVERTISEMENT
Kheda Syrup Scandal: ખેડાના બિલોદરા ગામમાં નશાકારણ આયુર્વેદિક સિરપ પીવાના કારણે 6 જેટલા લોકોના મોત Kheda Syrup Scandalનિપજ્યા છે. જેને લઈને રાજ્યભરમાં પોલીસ દ્વારા આયુર્વેદિક સિરપ વેચનારા સામે તવાઈ આદરી હતી. સમગ્ર મામલે સરકારે SITની રચના પણ કરી હતી. જેમાં 5 વ્યક્તિઓ સામે ગુનો નોંધીને પૂછપરછ કરવામાં આવી હતી. કેસની તપાસમાં હવે મુંબઈનું કનેક્શન સામે આવ્યું છે.
જેલમાં મુલાકાત થઈ અને સિરપનો પ્લાન બન્યો
ખેડા જીલ્લા પોલીસે સિરપ કાંડમાં 5 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જે તમામ આરોપીઓની ધરપકડ બાદ હવે મુંબઈ રહેતો અને એઝાન મલ્ટીલિક નામની કંપનીના માલીક તોફિક હાસીમ મુકાદમનું નામ ખુલ્યું હતું. મુંબઈથી હાસીમને ઝડપી પોલીસે આરોપીની પૂછપરછ માટે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસને એઝાન કંપનીના માલિકને મુંબઈથી લાવી તપાસ કરતા પુરાવા મળ્યા જે બાદ તેની ધરપકડ કરાઈ હતી. ફેકટરી માલિક તોફિક હાસિમ મુકાદમ ખંભાળીયા પોલીસ સ્ટેશન દેવભુમિ દ્વારકા જીલ્લામાં પણ વોન્ટેડ છે.
મુંબઈથી સપ્લાય થતું કેમિકલ
પોલીસ તપાસમાં કેસના મુખ્ય આરોપી યોગેશ સિંધીએ નડિયાદમાં પોતાની ફેક્ટરીમાં આ સિરપ બનાવી હોવાનું સામે આવ્યું હતું. યોગેશને આ સિરપની ફોર્મ્યૂલા જેલમાં આરોપી પાસેથી મળી હતી. સિરપમાં વપરાતું ઈથેનોલ જેવું કેમિકલ મુંબઈના તૌફિક નામના રિટેલર પાસેથી લાવતા હતા અને આ કેમિકલમાં અન્ય પદાર્થ ઉમેરીને તેમાંથી જ ફેક્ટરીમાં બોટલો પેક કરવામાં આવતી હતી.
ADVERTISEMENT
આરોપીઓએ આ કેમિકલને મુંબઈથી લાવીને મોકમપુરામાં આવેલી ફેક્ટરીમાં સિરપ બનાવી હતી. પોલીસને તપાસ કરતા બોટલ અને પ્રવાહી મળી આવ્યું હતું. આ સિરપ ખેડા, આણંદ, વડોદરામાં પહોંચાડવા માટે આખું નેટવર્ક બનાવવામાં આવ્યું હતું. ત્યારે મુંબઈથી કેમિકલ સપ્લાય કરનારની પણ ધરપકડ થઈ હતી.
(ઈનપુટ: હેતાલી શાહ, ખેડા)
ADVERTISEMENT
ADVERTISEMENT