ખજૂરભાઈએ બનાવેલાં મંદિરમાં હથોડી લઈને આવ્યા ચોર, CCTV જોઈને ભાગ્યા
કોમેડિયન અને સેવાના કાર્યો માટે જાણીતા ખજૂરભાઈ એટલે કે નીતિનભાઈ જાની ફરી ચર્ચામાં આવ્યાં છે. ખજૂરભાઈએ સાવરકુંડલાના આદસંગમાં નિર્માણ કરેલા આદસંગી હનુમાનજીના મંદિરમાં ચોરીનો પ્રયાસ કરાયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
ADVERTISEMENT
Aadsangi Hanumanji Temple : કોમેડિયન અને સેવાના કાર્યો માટે જાણીતા ખજૂરભાઈ એટલે કે નીતિનભાઈ જાની ફરી ચર્ચામાં આવ્યાં છે. ખજૂરભાઈએ સાવરકુંડલાના આદસંગમાં નિર્માણ કરેલા આદસંગી હનુમાનજીના મંદિરમાં બે તસ્કરો દ્વારા ચોરીનો પ્રયાસ કરાયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જણાવી દઈએ કે, અગાઉ આ મંદિરમાં ચોરી થઈ હતી. ત્યારબાદ આ મંદિરમાં સીસીટીવી લગાવાયા હતા.
ચોર મંદિરો અને દેવસ્થાનોને પણ છોડતા નથી. અનેક વખત મંદિરોમાં ચોરીની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે હવે સાવરકુંડલાના આદસંગી હનુમાનજીના મંદિરમાં બે તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. બંનેએ હનુમાનજી મંદિરની દાનપેટી તોડવાનો પ્રયાસ કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં તસ્કરો ચોરી કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. જોકે થોડા સમય બાદ તસ્કરોને સીસીટીવી નજરે પડ્યા હતા, ત્યારબાદ સીસીટીવી જોતા જ નાશી છુટ્યા હતા. જો કે આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ અહીં આવી પહોંચી હતી અને તસ્કરો અંગે પોલીસ તપાસ શરૂ થઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT