Gandhinagar: કલોલની ફ્લોર મીલમાં દરોડા, 2 લાખ કિલો સરકારી અનાજનો જથ્થો જપ્ત
ગાંધીનગરઃ ગાંધીનગરના કલોલ તાલુકામાં આવેલા સઈજ ગામે બાતમીને આધારે પુરવઠા વિભાગ દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા. પુરવઠા વિભાગે અહીં એક ફ્લોર મીલ પર દરોડા કર્યા…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગાંધીનગરના કલોલ તાલુકામાં આવેલા સઈજ ગામે બાતમીને આધારે પુરવઠા વિભાગ દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા. પુરવઠા વિભાગે અહીં એક ફ્લોર મીલ પર દરોડા કર્યા હતા. હરિયાણા અને પંજાબની સરકારી અનાજ ભરેલી બેગ મોટા પ્રમાણમાં મળી આવી હતી. કાર્યવાહી દરમિયાન 14 ટ્રકને સીઝ કરી લેવામાં આવી હતી જેમાં સરકારી અનાજનો જથ્થો હતો.
નવસારીના યુવકની અરજી પર મુસ્લિમ પ્રેમીકાની લાશ કબરમાંથી કાઢી પોસ્ટ મોર્ટમ કરતા થયો સ્ફોટક ખુલાસો
2 લાખ કિલો સરકારી અનાજ જપ્ત
ગાંધીનગરના કલોલ ખાતે ગત રાત્રે પુરવઠા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં વિભાગે 2 લાખ કિલો અનાજનો જથ્થો સીઝ કરી દીધો છે. બાતમીને આધારે પુરવઠા વિભાગે કલોલ તાલુકાના સઈજ ગામે આવેલી એક ફ્લોર મીલ પર દરોડા કર્યા હતા. જેમાં પંજાબ અને હરિયાણા સરકારની અનાજ ભરેલી બેગ મળી આવી હતી. મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત રાજકોટમાં પણ મોટા ગજાના જીરુના બ્રોકરના ત્યાં પણ સેબીના દરોડા પડ્યા હતા અને તપાસ કરવામાં આવી રહી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT