Junagadh: ઘેડ પંથકના માટિયાણા-બમાસણા ગામમાં વરસાદનું રૌદ્ર રૂપ, મકાન-ખેતરો પાણીમાં ડૂબ્યા
Junagadh Rain News: સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આજે જૂનાગઢ અને પોરબંદરમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. જૂનાગઢના કેશોદમાં ભારે વરસાદના પગલે ઘેડ વિસ્તારના ઓસા, બાલાગામ, નાનકડી, ઘોડાદર, સાંઢા, બગસરા ઘેડ, મઢડા, ટિનમસ, સેમાદ્રા જેવા ઘણા ગામો પાણીમાં ડૂબી ગયા છે. આ વચ્ચે મટિયાણા-બમાસણા ગામના ડ્રોન વીડિયો સામે આવ્યા છે.
ADVERTISEMENT

આખું ગામ પાણીમાં ડૂબ્યું
મટિયાણા અને બમાણસા ગામમાં વરસાદ બાદની સ્થિતિના ડ્રોન વીડિયો સામે આવ્યા છે. જેમાં આખું ગામ પાણીમાં ડૂબેલું દેખાય છે. તો બીજી બાજુ જ્યાં નજર પડે ત્યાં માત્ર પાણી જ પાણી છે. વરસાદના કારણે ગામમાં સ્થિતિ ખૂબ જ ગંભીર દેખાઈ રહી છે અને સ્થળ ત્યાં જળની સ્થિતિ દેખાય છે.
દીવાલ તોડી નદીના પાણી ખેતરમાં ફરી વળ્યા
ઘેડ પંથકમાં બમાણસા ગામમાં ઓઝત નદીનો પાળો તૂટ્યો હતો. જેના કારણે ખેતરમાં પાણી ઘુસી જતા ત્યાં ઊભેલા લોકો જીવ બચાવીને ભાગ્યા હતા.
ADVERTISEMENT
(ભાર્ગવી જોશી, જૂનાગઢ)
ADVERTISEMENT