Junagadhમાં સતત બીજા દિવસે દામોદર કુંડ છલકાયો, સોનરખ નદીમાં પૂર, ગિરનારના પગથિયા પરથી ધોધ વહ્યો

ADVERTISEMENT

Junagadh
Junagadh
social share
google news

Junagadh News: જૂનાગઢમાં સતત ત્રીજા દિવસે વરસાદે રમઝટ બોલાવી હતી. સવારથી જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના પગલે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તો ગિરનારના પગથિયા પરથી ધોધ વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. 

દામોદર કૂંડ છલકાયો

જૂનાગઢમાં શનિવારે સવારથી શરૂ થયેલા વરસાદના કારણે સતત બીજા દિવસે દામોદર કુંડ છલકાયો હતો. તો ભારે વરસાદથી ગિરનારમાં સોનરખ નદીમાં પૂર આવ્યું હતું. જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા કાર અંદર ફસાઈ ગઈ હતી. આથી સ્થાનિક લોકો કાર ચાલકની મદદે દોડ્યા હતા અને કારને ધક્કા મારીને પાણીમાંથી બહાર કાઢી હતી. ઝાંઝરડા રોડ પર અંડર બ્રિજમાં પાણી ભરાતું હોવા છતાં કોઈ એલર્ટ મૂકવામાં ન આવતા અજાણ્યા વાહન ચાલકો ફસાઈ જતા ભારે હાલાકી પડે છે.  

ગિરનારના પગથિયા પરથી ધોધ વહ્યા

જૂનાગઢના ઝાંઝરડા રોડ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મજેવડી ગેટ, મધુરમ વિસ્તારમાં વરસાદથી પાણી ભરાયા હતા. તો બીજી તરફ ગિરનાર પર ભારે વરસાદના કારણે રમણીય દ્રશ્યો સર્જાયા હતા. પગથિયાં પર પાણી વહેતા થતા યાત્રીઓ ખુશખુશાલ થઈ ગયા હતા. મોટી સંખ્યામાં યુવાનો ગિરનાર ચડવા ઉમટી પડ્યા હતા. ગિરનાર પહાડ પર વહેતા ઝરણાં અને સુંદર કુદરતી નઝારો જોવા અને માણવા પણ લોકો ગિરનાર પર પહોંચ્યા હતા. ત્યારે પગથિયા પરથી જાણે ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

ADVERTISEMENT

ઘેડ પંથકના 67 ગામોમાં પૂરના પાણીથી અસર

તો બીજી તરફ ઓઝત નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો વધતા કેશોદ, માણાવદર, માંગરોળના ઘેડ પંથકના 67 ગામો પૂરના પાણીથી પ્રભાવિત થાય છે. ત્રણ દિવસથી સતત જૂનાગઢ જિલ્લામાં વરસાદ પડતાં જ ઓઝત ડેમ ઓવરફ્લો થયો છે. ઓઝત નદી ગાંડીતૂર બનતા નીચાણવાળા ગામો જળબંબાકાર થયા છે. હાલ પણ ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો ઓઝતમાંથી હજુ પ્રવાહ વધે તેવી શક્યતા. 

    follow whatsapp

    ADVERTISEMENT