Gift Cityમાં JP મોર્ગનના વાઈસ પ્રેસિડેન્ટ જ્ઞાતિના કારણે સોસાયટીના રહીશોએ ફ્લેટ ન ખરીદવા દીધો

ADVERTISEMENT

જેપી મોર્ગન વાઈસ પ્રેસિડેન્ટ
જેપી મોર્ગન વાઈસ પ્રેસિડેન્ટ
social share
google news

JP Morgan Vice President: જે.પી મોર્ગનના વાઈસ પ્રેસિડેન્ટ અનિરુદ્ધ કેજરીવાલએ તેમની સાથે ગુજરાતમાં થયેલા જાતીગત ભેદભાવની ઘટના વર્ણવી છે. ગુજરાતના ગિફ્ટ સિટીમાં રેસિન્સિયલ ફ્લેટ ખરીદતા સમયે તેમને આવો ભેદભાવ થયાનું જણાવ્યું હતું. તેમણે X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરીને જણાવ્યું કે, તેમની જાતિના કારણે સોસાયટીના મેનેજમેન્ટે તેમને પોતાના જ ફ્લેટમાં કથિત રીતે પ્રવેશવા ન દીધા.

આ પણ વાંચો: Breaking News: જૂનિયર-સિનિયર ક્લાર્ક સહિતની પરીક્ષા 1 એપ્રિલથી 8મી મે સુધી!

X પર પોસ્ટ કરીને અનિરુદ્ધ કેજરીવાલ વ્યથા જણાવી

અનિરુદ્ધ કેજરીવાલે X પર ગુજરાત પોલીસ, ગુજરાત BJP, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય શેરધારકોને ટેગ કર્યા છે. JP મોર્ગનના વાઈસ પ્રેસિડેન્ટે કહ્યું, ગુજરાતના ગાંધીનગરમાં સંત વિહાર 1 સોસાયટીમાં જાતિગત ભેદભાવ થવાના કારણે હું આધાતમાં છું. મારો ફ્લેટ ખરીદવાનો અનુભવ ખૂબ ખરાબ રહ્યો કારણ કે જ્ઞાતિના કારણે મને સોસાયટી મેનેજમેન્ટે એન્ટ્રી ન આપી. 

ચેરમેન અને મેનેજમેન્ટે જાહેરમાં રહેવા આવવાની ના પાડી દીધી

તેમણે વધુમાં કહ્યું, એડવાન્સમાં મોટી રકમ આપ્યા બાદ આગળની ફ્લેટ ખરીદવાની પ્રક્રિયા ચાલી રહી હતી. કેજરીવાલે એમ પણ જણાવ્યું કે, સેલરે સોસાયટી તરફથી NOC પ્રદાન કરવામાં અસફળ થયા બાદ પહેલીવાર આ બાબતોને અંદાજ આવ્યો હતો. મારી શંકાઓ ત્યારે સ્પષ્ટ થઈ ગઈ જ્યારે સોસાયટીના ચેરમેન અને મેનેજમેન્ટે ખુલ્લામાં અન્ય 'જ્ઞાતિ'ના લોકોને રહેવા આવવા પર ના પાડી દીધી. ગુજરાતના હ્રદયમાં આ પ્રકારનો ખુલ્લા ભેદભાવથી મને વિશ્વાસ નથી થઈ રહ્યો.

ADVERTISEMENT

આ પણ વાંચો: PM સૂર્યઘર મફત વીજળી યોજનાને મળી મંજૂરી, દર મહિને 300 યુનિટ સુધી વીજળી ફ્રી અને 30 હજાર સુધીની કમાણી

સોસાયટીના સભ્યોએ હુમલો પણ કર્યો 

તેમણે કહ્યું, 'ગત સપ્તાહની સાંજે જ્યારે સોસાયટીના સભ્યોએ મારા પર હુમલો કર્યો ત્યારથી છેલ્લા 4 દિવસ મારા માટે દુઃસ્વપ્ન સમાન રહ્યા છે. હવે મારું નવું મકાન અને લાખો રૂપિયાના એડવાન્સનું સપનું પણ માલિક પાસે છે.

સોશિયલ મીડિયા પર અનિરુદ્ધ કેજરીવાલની આ પોસ્ટ પર ઘણા યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે. જેમાં યુઝર્સ પણ વીપીનો પક્ષ લઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'મને આશ્ચર્ય નથી થયું, આધુનિકતાના તમામ દાવાઓ છતાં અહીં ઘણા લોકોની વિચારસરણી ખૂબ જ પછાત છે.'

ADVERTISEMENT

અન્ય એક યુઝરે ટિપ્પણી કરી કે 'રિયલ એસ્ટેટ માર્કેટમાં જાતિ આધારિત ભેદભાવ વધુ પ્રચલિત છે.' VP કેજરીવાલે તેમની પોસ્ટને CMO, ગૃહ મંત્રાલય, વરિષ્ઠ નેતાઓ અને મીડિયાને પણ ટેગ કરી છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT