GSSSB Clerk Recruitment: જૂનિયર-સિનિયર ક્લાર્ક સહિતની પરીક્ષા 1 એપ્રિલથી 8મી મે સુધી! જુઓ આ રીતનો રહેશે કાર્યક્રમ

ADVERTISEMENT

વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે
GSSSB Clerk Recruitment
social share
google news

GSSSB Exam Date 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 5200 થી વધુ જગ્યાઓ માટે થનારી ભરતીને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે.  મળતી માહિતી અનુસાર, ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) એડ નંબર 212 માં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક સહિતની અનેક કેડરની પરીક્ષાનો કાર્યક્રમ તારીખ 1 એપ્રિલથી પ્રારંભ થઇ શકે છે. આ પરીક્ષાઓ તારીખ 8મી મે સુધી ચાલશે. 11 જિલ્લાના 55 સેન્ટર ઉપર દરરોજ 32 હજાર ઉમેદવાર ઓનલાઇન પરીક્ષા આપશે . જેને લઈ આજકાલમાં સત્તાવાર જાહેરાત થઇ શકે છે. 

વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે

તમને જણાવી દઈએ કે, ગૌણ સેવા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં ગ્રુપ Aમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત 18 પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ગ્રુપ Bમાં જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ/ આસિસ્ટન્ટ ડેપો મેનેજર પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

 4300 નહીં 5200 જગ્યા પર કરવામાં આવશે ભરતી


ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 માટે 4300 પોસ્ટ ભરતીની જાહેરાત કરી હતી જેમાં બાદમાં વધારો કરવામાં આવ્યો હતો. આ પરીક્ષા 4300 નહીં 5200 જગ્યા પર કરવામાં આવશે. જુનીયર ક્લાર્ક સંવર્ગની જગ્યાઓમાં 898 વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય હેડ ક્લાર્ક ,ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી થવાની છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT