Ahmedabad: શારીરિક સબંધો દરમિયાન દુઃખાવો થતાં પતિ બોલ્યો અપશબ્દો, સસરિયાના ત્રાસથી પરિણીતાએ નોંધાવી ફરિયાદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં ઘરેલુ હિંસાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.આધુનિક યુગમાં પણ દહેજનું સામ્રાજ્ય યથાવત રહ્યું છે. અમદાવાદમાં દહેજ સહીત નાની નાની બાબતોમાં પતિ અને સાસરિયા પરિણીતાને અપમાનિત કરતાં અને મેણા ટોણા મારીને શારીરિક માનસિક ત્રાસ આપતા હતાં. જેને લઈ કંટાળીને પરિણીતાએ આ બાબતની જાણ પોલીસને કરતાં પોલીસ એ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

અંડવાદના નવા વાડજ વિસ્તારમાં રહેતી એક પરિણીતા મેટ્રોમોની સાઇટ પરથી મુંબઇના એક સાથે સંપર્કમાં આવી હતી. બંન્નેને એકબીજા પસંદ આવતાં પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતાં. ત્યારે લગ્નબાદ હનીમુન માટે ઉત્તરાખંડ ગયા હતાં. જ્યાં ટ્રેકીંક કરતાં પરિણીતા થાકી ગઇ તો તેના પતિએ કહ્યું કે, ‘તું જાડી છે જેથી ચાલી શક્તી નથી. આમ સતત માનસિક ત્રાસ આપ્યા બાદ યુવતી પિયર પરત ફરી હતી.

શારીરિક સબંધો દરમિયાન બોલ્યા ખરાબ શબ્દો
લગ્નના પ્રથમ નાઇટના દિવસે પરિણીતાએ તેના પતિને વોચ ગીફ્ટ આપી તો તેણે કહ્યું હતું કે, અમે ખુબ મોટા માણસો છીએ અને તુ અમારા લેવલ મુજબ ખુબ જ સસ્તી ઘડીયાળ આપેલ છે, જેથી મારે જોઇતી નથી. તેઓ ’ જ્યારે માસિક ધર્મમાં હોય કપડાં ધોવા બાબતે તેના પતિએ તેને મોઢું દબાવીને પથારીમાં પછાડી હતી. આ સાથે સાથે શરીરસંબંધ બાંધતા ખુબ જ દુઃખાવો થતાં તેના પતિએ તેને ખરાબ શબ્દો બોલ્યા હતાં.

ADVERTISEMENT

પરસ્ત્રી સાથે સબંધો
લગ્ન બાદ બંને દર્શનાર્થે સિધ્ધિ વિનાયક મંદિરે ગયા હતા. આ દરમિયાન પતિના ફોનમાં કોઇ પરસ્ત્રીના ફોન આવતા હતાં. ત્યારે પત્નીએ આ મામલે પૂછતાં પતિએ તેને ગોળ ગોળ જવાબ આપ્યો હતો. આ સાથે જ તે કોલ હીસ્ટ્રી ડીલીટ કરી દેતો હતો. પરિણીતાએ સામેથી આ યુવતી સાથે વાતચીત કરી તો તેણે કહ્યું હતું કે, હું ખુબ મોટો ઓફીસર છું. અને હું કોઇપણ સ્ત્રી સાથે વાતચીત કરૂ તારે મને ક્ંઇ કહેવાનું નહીં.

આ પણ વાંચો: Ahmedabad: ફ્રીલાન્સ ફોટોગ્રાફર પર બળાત્કારનો આરોપ પરંતુ પ્રજનન ક્ષમતાના ટેસ્ટમાં 3 વાર થયો ફેલ, હાઇકોર્ટે આપ્યા જામીન

ADVERTISEMENT

ગળું દબાવી માર્યો માર
પરણીતા પિયર આવી ગયા બાદ સમાધાન થતાં તે ફરીથી તેના સાસરીમાં રહેવા માટે ગઇ હતી. ત્યારે પરિસ્થિતિમાં કોઈજ ફરક આવ્યો ન હતો. પરણીતાને તેના સસરાએ કહ્યું હતું કે મારા દિકરાની લાઇફ બગાડી છે, તું કોઇ દિવસ રાત્રે સુઇશ તો ગળું દબાવી દઇશ. તેના સાસુ સસરા અને જેઠ જેઠાણીએ કહ્યું હતું કે, તું આ ઘરમાંથી નીકળી જા, તને આજે કે કાલે ક્યારેય નહીં અપનાવે. તારો બાપ તો ભિખારી છે. તું કંઇક લઇને આવેલ નથી. આમ ગળું દબાવીને તેન માર્યો હતો. ત્યારે ઘરેલુ હિંસાથી અંતે કંટાળીને પરિણીતાએ આ બાબતની જાણ પોલીસને કરતાં પોલીસ એ ફરિયાદ નોંધી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT