Ahmedabad: ફ્રીલાન્સ ફોટોગ્રાફર પર બળાત્કારનો આરોપ પરંતુ પ્રજનન ક્ષમતાના ટેસ્ટમાં 3 વાર થયો ફેલ, હાઇકોર્ટે આપ્યા જામીન

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં ગત વર્ષે એક મોડલે એક ફ્રીલાન્સ ફોટોગ્રાફર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે ફરિયાદને મામલે આરોપીને સેશન્સ કોર્ટે જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. બાદમાં આરોપીએ હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. કોર્ટમાં આરોપીના વકીલે એવી રજૂઆત કરી કે, ત્રણ વાર મેડિકલ ટેસ્ટ લેવામાં આવ્યો હતો અને ત્રણેય વાર આરોપી પ્રજનન ક્ષમતાના ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો હતો. ત્યારે દુષ્કર્મ કેસમાં ફ્રીલાન્સ ફોટોગ્રાફરના જામીન મંજૂર કર્યા છે.

27 વર્ષીય મહિલાએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ગઈ 23 ડિસેમ્બર, 2022ના રોજ પ્રશાંત ધાનકની ધરપકડ કરવામાં આવી હતી. મહિલાએ પોતાની ફરિયાદમાં આરોપ મૂક્યો હતો કે, તેણીનીને મોડલિંગ અસાઈમેન્ટની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ ઘટના ગયા વર્ષે નવેમ્બરમાં વિજય ચોકડી પાસેની એક હોટલમાં બની હતી. બળાત્કાર સિવય પ્રશાંત ધાનક પર ધમકી આપવાનો પણ આરોપ મૂક્યો હતો. ત્યારે ગુજરાત હાઈકોર્ટે 55 વર્ષીય ફ્રીલાન્સ ફોટોગ્રાફરના જામીન મંજૂર કર્યા છે. તેના પર એક મોડલ પર દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો. આરોપીઓ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, તે તપાસ દરમિયાન ત્રણ વખત પ્રજનન ક્ષમતાના ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો હતો.

જાણો શું હતી ઘટના
પ્રશાંત ધાનકે યુવતીને મોડેલીંગનું કામ અપાવવાની વાત કરી તેમજ પૈસાની મદદ કરવાની ખાતરી આપી હતી. આ રીતે યુવતીનો વિશશ્વાસ જીતી ગાઢ પરિચય કેળવ્યો હતો. બે મહિના પહેલા થયેલી આ મુલાકાત બાદ બંને વચ્ચે વાતચીત વધી ગઈ હતી. દરમિયાનમાં ગત તા.10 નવેમ્બર 2022ના રોજ સાંજે 7 વાગ્યે પ્રશાંતે યુવતીને પૈસાની મદદ કરવાની વાત કરી હોટલમાં બોલાવી હતી.પૈસા લેવા માટે યુવતી નવરંગપુરામાં વિજય ચાર રસ્તા પાસે આવેલી હોટલ સ્વેલમાં પહોંચી હતી. યુવતીને આરોપીએ હોટલના રૂમમાં લઈ જઈ જબરજસ્તી દુષ્કર્મ આચર્યા બાદ ધમકી આપી કે, જો કોઈને કહીશ તો તને બદનામ કરી નાંખીશ.

આ પણ વાંચો

ADVERTISEMENT

બનાવ બાદ પણ આરોપીએ યુવતીને મોડેલીંગનું કામ અપાવ્યું ન હતું. યુવતીએ ઘટના અંગે ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં આરોપી પ્રશાંત ધાનક વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપી પ્રશાંત ધાનક ફ્રિલાન્સ ફોટોગ્રાફર તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.યુવતી અને આરોપીની મુલાકાત બે માસ પહેલા થઈ હતી.

પ્રજનન ક્ષમતાના ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો
સેશન્સ કોર્ટે ગઈ 2 માર્ચના રોજ જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. ત્યાર બાદ આરોપીએ હાઈકોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી હતી. એ પછી આરોપીના વકીલ એફ.એન. સોનીવાલાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, બળાત્કારની ફરિયાદ એક નપુસંક વ્યક્તિ વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી. કારણ કે પોલીસ તપાસના ભાગ રુપે તબીબી પરીક્ષક દ્વારા તેનું વીર્ય એકત્ર કરવા માટે અલગ અલગ પ્રસંગોએ ત્રણ પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે તમામ વખત મેડિકલ ટેસ્ટમાં પ્રજનન ક્ષમતાના ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો હતો.

ADVERTISEMENT

મોડલ પર લગાવ્યો આ આરોપ
વકીલે ફોટોગ્રાફર પ્રશાંત ધાનક ના બચાવ પક્ષમાં કહ્યું કે, મોડલ તેની પાસેથી રુપિયા માંગણી કરી રહી હતી. જ્યારે રુપિયા મળ્યા નહીં અને તેને સંતોષ ન થયો એટલે તેણે ફોટોગ્રાફર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલા દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેવી દલીલને સમર્થન આપવા માટે વકીલે રજૂઆત કરી કે, આરોપી ત્રણ વખત પ્રજનન ક્ષમતાના ટેસ્ટમાં નિષ્ફળ ગયો છે. જ્યારે ત્રીજી વખત આરોપીને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યો ત્યારે 10 મિનિટ માટે એક વાયબ્રેટર લગાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત એક ડોપલર અલ્ટ્રાસાઉન્ડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ કોઈ પરિણામ મળ્યું નહીં. તપાસ અધિકારીએ તમામ પુરાવા એકત્ર કર્યા પણ તેનું વીર્ય એકત્ર કરી શક્યા નહીં. આ જ કારણથી ફોટોગ્રાફર પ્રશાંત ધાનકે હજુ સુધી લગ્ન કર્યા નથી.

ADVERTISEMENT

Rajkot: સગાઈ પ્રસંગે જવા સિટી બસમાં બેસેલ મહિલાનું દાગીના ભરેલ પર્સ ગાયબ, મામલો પોલીસ મથકે પહોંચ્યો

10 હજારના બોન્ડ પર આપ્યા જમીન
ત્યારે સમગ્ર ઘટનાના પગલે જસ્ટીસ સમીર દવેએ ફોટોગ્રાફર પ્રશાંત ધાનકને રુપિયા 10 હજારના અંગત બોન્ડ અને એટલી જ રકમની જામીન પર જામીન આપ્યા હતા. જજે ઈજાના પ્રમાણપત્રને પણ ધ્યાનમાં લીધુ હતુ અને કહ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ આ કોર્ટનો અભિપ્રાય છે કે હાલના અરજદાર વિરુદ્ધ ફરિયાદ એક ગુપ્ત હેતુથી દાખલ કરવામાં આવી હતી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT