બચાવો...બચાવો...બચાવો: પાણીની વચ્ચે ફસાયેલા ખેડૂતોઓનું હેલિકોપ્ટરથી દિલધડક રેસ્ક્યૂ, જુઓ VIDEO

ADVERTISEMENT

દ્વારકામાં હેલિકોપ્ટરથી દિલધડક રેસ્ક્યૂ
Rain In Gujarat
social share
google news

Rain In Gujarat: સૌરાષ્ટ્રમાં મેઘાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને તેમાં પણ દ્વારકા, પોરબંદર જેવા જિલ્લામાં અતિભારે વરસાદી મારથી લોકો રીતસર હેબતાઈ ગયા છે. અનેક ઘર અને દુકાનમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. ખેતરો પાણીમાં ગરકાવ થયા છે, રસ્તાઓ તૂટ્યા છે અને લાઈટના થાંભલા ધ્વસ્ત થવાથી અનેક ગામમાં અંધારપટ છવાયો છે તથા લોકોનું જીવન બેહાલ બન્યું છે. 

કલ્યાણપુરામાં ભારે વરસાદ

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરામાં આજે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું અને સવારના 6થી બપોરના 2 વાગ્યા સુધીમાં 10.87 ઈંચ જેટલો વરસાદ ત્રાટકતા જીનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના કારણે ચારેકોર પાણી-પાણી થઈ ગયું છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે દ્વારકાના કલ્યાણપુરના પાનેલી ગામે પાણીની વચ્ચે કેટલાક લોકો ફસાયા હતા. જેઓને બચાવવા માટે એરફોર્સ અને હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. 

3 ખેડૂતોનું દિલધડક રેસ્ક્યૂ 

કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે પાણીના પ્રવાહમાં ત્રણ ખેડૂતો ફસાઈ ગયા હતા. દેવરખીભાઈ, નેભાભાઈ, કેસૂરભાઈ નામના ખેડૂતો ગામમાંથી વાડીએ પરત ફરતા ફસાયા હતા.  આ અંગેની જાણ થતાં એરફોર્સની ટીમ મદદ માટે પહોંચી હતી અને ત્રણેય ખેડૂતોનું હેલિકોપ્ટરથી સફળ રેસ્ક્યૂ કરાયું હતું. વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા તમામ લોકોનું  રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. 

ADVERTISEMENT

પૂનમ માડમે નાગરિકોને કરી અપીલ

નોંધનીય છે કે, ભારે વરસાદના પગલે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમ માડમે નાગરીકોને નદી-નાળા-ડેમથી દૂર રહેવા તેમજ પાણી ભરાયા હોય તેવા નીચાણવાળા વિસ્તારના લોકોએ સલામત સ્થળોએ ખસી જવા અપીલ કરી છે. 

ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર
 
ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT

    Gujarat floods: ગુજરાતમાં 'આફત' નો વરસાદ, 3 દિવસમાં 28 લોકોના મોત; 41,678 લોકોનું સ્થળાંતર

    Gujarat floods: ગુજરાતમાં 'આફત' નો વરસાદ, 3 દિવસમાં 28 લોકોના મોત; 41,678 લોકોનું સ્થળાંતર

    RECOMMENDED
    Ahmedabad: ભારે પવન સાથે અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, નરોડા-મણીનગરમાં  13 ઇંચ વરસાદ

    Ahmedabad: ભારે પવન સાથે અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, નરોડા-મણીનગરમાં 13 ઇંચ વરસાદ

    RECOMMENDED
    ના MBA કર્યું, ના કોઈ મોટી ડિગ્રી... ધો. 10 પાસ ગુજરાતી પોતાની સમજથી અમેરિકામાં કરોડપતિ બની ગયો

    ના MBA કર્યું, ના કોઈ મોટી ડિગ્રી... ધો. 10 પાસ ગુજરાતી પોતાની સમજથી અમેરિકામાં કરોડપતિ બની ગયો

    RECOMMENDED
    24 August Rashifal: આજે રવિ યોગનો શુભ સંયોગ, મકર સહિત આ 5 રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા

    24 August Rashifal: આજે રવિ યોગનો શુભ સંયોગ, મકર સહિત આ 5 રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા

    RECOMMENDED
    વિજય સુવાળા vs દિનેશ દેસાઈ : ફરિયાદીએ કહ્યું- 40નું ટોળું ધારિયા લઈને મારવા આવ્યું, તો સિંગરે જુઓ શું આપી પ્રતિક્રિયા

    વિજય સુવાળા vs દિનેશ દેસાઈ : ફરિયાદીએ કહ્યું- 40નું ટોળું ધારિયા લઈને મારવા આવ્યું, તો સિંગરે જુઓ શું આપી પ્રતિક્રિયા

    RECOMMENDED
    VIDEO: Rajkot માં રામનાથ મહાદેવને આજીનો જળાભિષેક, પાણીના પ્રવાહમાં મંદિર જળમગ્ન થયું

    VIDEO: Rajkot માં રામનાથ મહાદેવને આજીનો જળાભિષેક, પાણીના પ્રવાહમાં મંદિર જળમગ્ન થયું

    RECOMMENDED
    Gandhinagar: રાઘવજી પટેલની ખેડૂતલક્ષી મહત્વની જાહેરાત, કૃષિ મંત્રીએ ચોમાસું સત્રમાં આપી જાણકારી

    Gandhinagar: રાઘવજી પટેલની ખેડૂતલક્ષી મહત્વની જાહેરાત, કૃષિ મંત્રીએ ચોમાસું સત્રમાં આપી જાણકારી

    RECOMMENDED
    Gujarat Rain: કડાકા-ભડાકા સાથે 8 ઈંચ વરસાદ થશે, અંબાલાલ પટેલની નવી આગાહીએ ધબકારા વધાર્યા

    Gujarat Rain: કડાકા-ભડાકા સાથે 8 ઈંચ વરસાદ થશે, અંબાલાલ પટેલની નવી આગાહીએ ધબકારા વધાર્યા

    RECOMMENDED
    આ રાજ્યમાં પૂર્વ ધારાસભ્યોને મળશે 50 હજાર રૂપિયાનું પેન્શન, જાણો પહેલા કેટલું મળતું

    આ રાજ્યમાં પૂર્વ ધારાસભ્યોને મળશે 50 હજાર રૂપિયાનું પેન્શન, જાણો પહેલા કેટલું મળતું

    RECOMMENDED
    ભારે પવન...વીજળીના કડાકા-ભડાકાઃ  27 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

    ભારે પવન...વીજળીના કડાકા-ભડાકાઃ 27 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

    RECOMMENDED