BIG NEWS: ગુજરાત સરકારની ગેરહાજર શિક્ષકો પર મોટી કાર્યવાહી, 134 શિક્ષકોને અપાયું કાયમી વેકેશન

ADVERTISEMENT

Gandhinagar News
Gandhinagar News
social share
google news

Gandhinagar News: રાજ્યભરમાં ગેરહાજર શિક્ષકોનો મુદ્દો મોટી ચર્ચાનો વિષય બની ગયો છે એવામાં શિક્ષકો પર સરકારે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે.  શાળાઓમાં ગેરહાજર રહેતા શિક્ષકો પર સરકારે તવાઈ બોલાવી છે, જેમાં અનેક શિક્ષકોને DEO ની નોટિસ આપવામાં આવી છે. ફક્ત એટલું જ નહીં શિક્ષણ વિભાગે હાલ મળતી માહિતી અનુસાર રાજ્યના 134 ગેર હાજર રહેતા શિક્ષકોને સસ્પેન્ડ કરાયા છે.

ગેરહાજર રહેતા શિક્ષકોને કરાયા સસ્પેન્ડ

રાજ્યભરમાં સરકારે 134 ગેર હાજર શિક્ષકો પર એક્શન લીધું છે. ગેરહાજર રહેતા શિક્ષકોને બરતરફ કરાયા છે. શિક્ષણ વિભાગને મળેલી માહિતીના આધારે આ પ્રકારના પગલા લેવામાં આવ્યા છે. વધુમાં શિક્ષકો સામે પોલીસ કેસની કાર્યવાહી પણ કરવામાં આવી છે. બનાસકાંઠામાં 18, છોટાઉદેપુરમાં 16, દાહોદમાં 13, સુરેન્દ્રનગરમાં 12, મહેસાણામાં 11 સહિત 134 શિક્ષકોને ફરજમાંથી બરતરફ કર્યાની માહિતી મળી રહી છે. આણંદ, કચ્છ અને રાજકોટના 1-1 શિક્ષક સામે પોલીસ કેસ કરાયો છે. 

કર્મચારીઓ માટે બનાવાશે નવા નિયમોઃ સૂત્રો

ગુજરાત સરકાર માંદગી, અંગત કારણો સહિતના કિસ્સાઓમાં લાંબા સમયગાળા માટે રજા પર ઉતરનારા કર્મચારીઓ માટે આ નવા નિયમો લાગુ થશે. શિક્ષણ વિભાગમાં શિક્ષકોની લાલિયાવાડી સામે આવતા જ આવા કર્મચારીઓની યાદી તૈયાર કરવામાં આવી રહી હોવાનું પણ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT