બોલો… જામનગરમાં સરકારી શાળામાં પ્રિન્સિપાલ અંધારામાં? ઉજવી નાખ્યો લગ્ન પ્રસંગ
દર્શન ઠક્કર.જામનગરઃ જામનગરમાં એક સરકારી શાળામાં લગ્ન પ્રસંગ ઉજવી નાખવાની ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલમાં કાર્યક્રમો અને પ્રસંગો જાહેર માર્ગ પર, શાળામાં,…
ADVERTISEMENT
દર્શન ઠક્કર.જામનગરઃ જામનગરમાં એક સરકારી શાળામાં લગ્ન પ્રસંગ ઉજવી નાખવાની ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલમાં કાર્યક્રમો અને પ્રસંગો જાહેર માર્ગ પર, શાળામાં, કોઈ જાહેર સ્થાન પર કોઈની પરવાનગી વગર ગમે ત્યારે ઉજવી દેવાનું એક જાણે કલ્ચર ચાલ્યું છે. આવા જ કલ્ચરનો શિકાર જામગરના નવાગામ વિસ્તારનની એક શાળા બની છે.
‘થશે નિયમો અનુસાર કાર્યવાહી’
આપણે સૌ જાણીએ છીએ કે શાળા એ બાળકો વિધાર્થીઓ માટે શિક્ષાનું મંદિર ગણાય છે. એવામાં શાળામાં લગ્ન પ્રસંગ અને જમણવાર યોજાયા હોવાની વાત સામે આવી છે જામનગરથી. મોટાભાગે લગ્ન પ્રસંગ, સમાજની વાડીઓમાં કે પાર્ટી પ્લોટમાં યોજાતા હોય છે. પરંતુ જામનગર શહેર નવાગામ વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં એક લગ્ન પ્રસંગ યાજયાના દ્રશ્યો સામે આવ્યા છે. મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 42 નંબરની શાળામાં આ લગ્ન પ્રસંગ યોજાયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે કોણે આપી સરકારી શાળામાં લગ્ન યોજવાની મંજૂરી તે અહીં મોટો સવાલ ઊભો થયો છે. કારણ કે, બાળકો જ્યારે શાળાએ અભ્યાસ કરવા આવતા હોય છે તેમના પર શું અસર પડશે !! અને સરકારી શાળામાં લગ્ન પ્રસંગ યોજાયા તે કેટલું યોગ્ય ? શું શાળાના આચાર્ય કે શિક્ષકો કે પછી અન્ય કોઈ સ્ટાફને જાણ ન હતી ? જેને લઈને મનપાની નગરપ્રાથમીક શિક્ષણ સમિતિના શાસનઆધિકારીએ આ બાબતે જણાવ્યું કે, મારી જાણ બહાર થયું હશે, મને આ બાબતે કઈ જાણ નથી અને જો આવું થયું હશે તો નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
રચાયો ઈતિહાસ! ‘નાટૂ નાટૂ’ની ઓસ્કરમાં થઈ એન્ટ્રી, ખુશીથી ઝુમી RRR ટીમ
તપાસના આદેશ
શાળાના આચાર્યની મંજૂરી ન હોવાનું તેઓ કહે છે. કોના લગ્ન હતા તે હજુ સામે આવ્યું નથી. શાસનાધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે, તપાસ બાદ રિપોર્ટ સામે આવશે ત્યારબાદ આ અંગે વધુ ખુલાસા સામે આવશે. હાલ શાળા કર્મચારીઓ એકબીજાને ખો આપે છે અને મીડિયા સમક્ષ આવતા નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT