ગોધરાઃ આક્રમકતા બતાવવામાં AIMIM નેતા પાલિકાની બેઠકમાં આ શું બોલ્યા? મહિલાઓને શરમમાં મુકી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગોધરાઃ ગોધરા નગર પાલિકામાં આજે અમૃત યોજનાને લઈને મીટિંગ યોજાઈ હતી. AIMIM ના એક નેતા ગટર પાણીના મુદ્દાઓને લઈને આક્રમક રજૂઆત કરવા ઊભા થઈ ગયા હતા અને તેમણે આક્રોશ સાથે ભૂગર્ભ ગટરની સમસ્યાથી કંટાળી ગયો છું, અને અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. તેમના અપશબ્દોને કારણે ત્યાં હાજર અન્ય મહિલાઓ સહિતના અગ્રણીઓ પણ શરમમાં મુકાઈ ગયા હતા. તેમણે તેમને વાળ્યા હતા અને અપશબ્દોનો પ્રયોગ ન કરવા કહ્યું હતું. સાથે જ કહ્યું હતું કે આ બેઠક ભૂગર્ભ ગટરની સમસ્યા માટે નથી બોલાવી આ અમૃત યોજના માટે છે. ત્યારે નેતાએ કહ્યું કે તો પછી તેના માટે બેઠક બોલાવો.

સોશિયલ મીડિયા પર નેતા થવા લાગ્યા ફેમસ
ગોધરા નગરપાલિકામાં આજે મંગળવારે તંત્રની યોજાયેલી એક બેઠક દરમિયાન મહિલાઓને શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હતું. અહીં AIMIM (All India Majlis-e-Ittehadul Muslimeen)ના સભ્ય જલાલુદ્દીન સય્યદે ભૂગર્ભ ગટરની સમસ્યા અંગે રજૂઆત કરી હતી. જોકે રજૂઆતમાં આક્રમકતા દર્શાવવામાં તેઓ ઊંચા અવાજે તાડૂક્યા હતા તો સાથે જ અપશબ્દોનો પણ પ્રયોગ કર્યો હતો. જેના કારણે અહીં હાજર મહિલાઓ શરમમાં મુકાઈ ગઈ હતી. આ બેઠક અમૃત યોજનાને લઈને બોલાવવામાં આવી હતી. જેમાં નગરપાલિકા પ્રમુખ સંજય સોની, નગરપાલિકાના ચીફ ઓફિસર અને અન્ય કોર્પોરેટર્સ પણ હાજર હતા. તે દરમિયાન આવી ઘટના બની હતી જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. કારણ કે નેતાની આવી ભાષાથી જાણે સોશિયલ મીડિયાને પણ નવો મસાલો મળ્યો હોય તેવી સ્થિતિ ઊભી થઈ હતી.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર, ગોધરા)

    follow whatsapp

    ADVERTISEMENT