Gujarat Rain LIVE Updates: છેલ્લા 24 કલાકમાં 178 તાલુકામાં મેઘમહેર, મોડાસામાં એક રાતમાં 3 ઈંચ વરસાદ
Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
ADVERTISEMENT
Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 06:10 PM • 03 Jul 2024અંબાલાલ પટેલે કરી આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 6 અને 7 જુલાઈએ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેવાની છે.
વધુ વાંચો:- અંબાલાલની લેટેસ્ટ આગાહીઃ અમદાવાદ અને ગાંધીનગર માટે આટલા દિવસ 'ભારે', તૂટી પડશે અતિભારે વરસાદ
- 11:30 AM • 03 Jul 2024યાત્રાધામ અંબાજીમાં સવારથી વરસાદ
યાત્રાધામ અંબાજી તથા દાંતા સહિતના અનેક વિસ્તારમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો. જોકે નીચાણવાળા વિસ્તારમા વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી હતી.
- 11:29 AM • 03 Jul 2024સુરતમાં વરસાદ વચ્ચે બે જર્જરિત મકાન ધરાશાયી
સુરતમાં વરસાદ શરૂ થતા જ જર્જરીત મકાનો ધરાશાયી થવાની ઘટના શરૂ થઈ છે. સુરતમાં ભવાની વિસ્તારમાં બે મકાન ધરાશાયી થયા હતા. જોકે સદનસીબે કોઈ મોટી જાનહાનિ નહોતી થઈ. એક વ્યક્તિને માથામાં સામાન્ય ઈજા પહોંચી હતી.
- 09:58 AM • 03 Jul 2024મોડાસામાં ધોધમાર વરસાદથી બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા
અરવલ્લી: મોડાસા શહેરમાં સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગત મધ્ય રાત્રીએ મોડાસા પંથકમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. હંગામી બસ સ્ટેશન પરિસર, ચાર રસ્તા અને કુમકુમ પાર્ટી પ્લોટ પાસેના મેઘરજ રોડ પર પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરવવાના કારણે વાહન ચાલકો અને રાહીદારીઓને હાલાકી પડી હતી.
- 09:57 AM • 03 Jul 2024છેલ્લા 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 178 તાલુકામાં વરસાદનું આગમન થયું છે. જેમાં બનાસકાંઠા અને મહેસાણામાં ભારે વરસાદ નોંધાયો હતો. તો બીજી તરફ પોરબંદર અને ઘેડ પંથકમાં પણ નદીના પાણી ફરી વળ્યા હતા. બનાસકાંઠાના લાખણીમાં 11 ઈંચ જેટલા વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT