અંબાલાલની લેટેસ્ટ આગાહીઃ અમદાવાદ અને ગાંધીનગર માટે આટલા દિવસ 'ભારે', તૂટી પડશે અતિભારે વરસાદ

ADVERTISEMENT

અંબાલાલની લેટેસ્ટ આગાહી
Ambalal Patel Rain Forecast
social share
google news

Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં એક સાથે બે-બે સિસ્ટમ કાર્યરત થવાથી મેઘો મહેરબાન થયા છે. વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ છે. બીજી તરફ નદી-નાળા અને જળાશયો પણ પાણીની નવી આવકથી છલકાઈ ઊઠ્યા છે. સ્વાભાવિકપણે મેઘરાજાની અવિરત મહેરથી ગુજરાતની ધરતીએ લીલુડી ચાદર ઓઢી લીધી છે. સાપુતારા જેવા હિલ સ્ટેશનોમાં કુદરતી સૌદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું હોઈ મોટી સંખ્યામાં સહેલાણીઓ તેની મોજ માણવા ઊમટી પડ્યા છે. જોકે, કુદરતની આ મહેરની બીજી બાજુ પણ જોવા મળી રહી છે. અમુક જગ્યાએ અતિભારે વરસાદથી ગામડા સંપર્ક વિહોણા બન્યા છે. વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે અને લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ત્યારે હવે ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. 

શું કહ્યું અંબાલાલ પટેલે?

અંબાલાલ પટેલે જણાવ્યું કે, 6 અને 7 જુલાઈએ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેવાની છે.

8થી 14 તારીખ સુધી ગાજવીજ સાથે વરસાદ!

આ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં 8થી 14 તારીખ દરમિયાન પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની શક્યતા છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે.

ADVERTISEMENT

અષાઢી બીજે રહેશે વાદળ છાયું વાતાવરણ: અંબાલાલ

તેમણે કહ્યું કે, અષાઢી બીજના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડી શકે છે. 14થી 22 સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થઈ શકે છે. 

રાજ્યમાં સર્જાઈ શકે છે તારાજી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના કૂલ 11 જિલ્લામાં વરસાદને લગતું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જો આવી રીતે મેઘો જોરદાર બેટિંગ કરશે તો રાજ્યના અમુક વિસ્તારોમાં તારાજી પણ સર્જાઈ શકે છે.

ADVERTISEMENT

ભારે વરસાદ તૂટી પડશે

આજે રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ અને તાપીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. ખાસ કરીને બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદ તૂટી પડે તેવી શક્યતા છે. તો રાજ્યના અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી છે. 

ADVERTISEMENT

8થી 11 થશે સારો વરસાદ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, તારીખ 8, 9, 10 અને 11ના રોજ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. તેમણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે.  ત્યારબાદ 8થી 11 દરમિયાન વરસાદ થઈ ગયા પછી બંગાળના અખાતમાં એક સિસ્ટમ સક્રિય થશે. ત્યાર બાદ  તા. 17 જુલાઈ પછી રાજ્યમાં સારા વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT

    ગુજરાત માટે હજુ બે દિવસ 'ભારે', ગાજવીજ સાથે વરસાદ ભુક્કા બોલાવશે; જાણો લેટેસ્ટ આગાહી

    ગુજરાત માટે હજુ બે દિવસ 'ભારે', ગાજવીજ સાથે વરસાદ ભુક્કા બોલાવશે; જાણો લેટેસ્ટ આગાહી

    RECOMMENDED
     ખતરો હજુ ટળ્યો નથી! સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ બે દિવસ ભારે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

    ખતરો હજુ ટળ્યો નથી! સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ બે દિવસ ભારે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

    RECOMMENDED
     જન્માષ્ટમી 2024: દ્વારકાધીશના મંદિરના સમયમાં ફેરફાર, આવતીકાલે દર્શન કરવા જવાના હોવ તો જાણી લેજો

    જન્માષ્ટમી 2024: દ્વારકાધીશના મંદિરના સમયમાં ફેરફાર, આવતીકાલે દર્શન કરવા જવાના હોવ તો જાણી લેજો

    RECOMMENDED
    'આવા પોલીસવાળાને રાજકારણનો શોખ હોય તો...', ગેનીબેન ઠાકોરના થરાદ PSI પર પ્રહાર

    'આવા પોલીસવાળાને રાજકારણનો શોખ હોય તો...', ગેનીબેન ઠાકોરના થરાદ PSI પર પ્રહાર

    MOST READ
    VIDEO: Rajkot માં રામનાથ મહાદેવને આજીનો જળાભિષેક, પાણીના પ્રવાહમાં મંદિર જળમગ્ન થયું

    VIDEO: Rajkot માં રામનાથ મહાદેવને આજીનો જળાભિષેક, પાણીના પ્રવાહમાં મંદિર જળમગ્ન થયું

    RECOMMENDED
    સરકારી કર્મચારીઓને શ્રાવણ ફળશે! DA વધવાથી આટલો વધીને આવશે પગાર

    સરકારી કર્મચારીઓને શ્રાવણ ફળશે! DA વધવાથી આટલો વધીને આવશે પગાર

    RECOMMENDED
    23 August Rashifal: મિથુન, કર્ક અને સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ જોરદાર, વધશે આવક; વાંચો આજનું રાશિફળ

    23 August Rashifal: મિથુન, કર્ક અને સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ જોરદાર, વધશે આવક; વાંચો આજનું રાશિફળ

    RECOMMENDED
    'હું કંટાળી ગયો છું', જૂનાગઢમાં વ્યાજખોરોના કારણે મોભીએ મોતને વ્હાલું કર્યું

    'હું કંટાળી ગયો છું', જૂનાગઢમાં વ્યાજખોરોના કારણે મોભીએ મોતને વ્હાલું કર્યું

    MOST READ
    બે કાશ્મીરી પંડિત, એક મહિલાને ટિકિટ; ભાજપે જમ્મુ કાશ્મીર માટે 15 ઉમેદવારોની યાદી કરી જાહેર

    બે કાશ્મીરી પંડિત, એક મહિલાને ટિકિટ; ભાજપે જમ્મુ કાશ્મીર માટે 15 ઉમેદવારોની યાદી કરી જાહેર

    RECOMMENDED
    ભારેથી અતિભારે વરસાદની આગાહીના કારણે તંત્ર એલર્ટ મોડમાં! સ્થિતિને પહોંચી વળવા બેઠકનો દોર શરૂ

    ભારેથી અતિભારે વરસાદની આગાહીના કારણે તંત્ર એલર્ટ મોડમાં! સ્થિતિને પહોંચી વળવા બેઠકનો દોર શરૂ

    RECOMMENDED