लाइव

Gujarat Rain LIVE Updates: રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

ADVERTISEMENT

Gujarat Rain
Gujarat Rain
social share
google news

Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?
 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 07:55 PM • 09 Aug 2024
    આ જિલ્લાઓમાં આગામી ત્રણ કલાકમાં વરસાદ તૂટી પડશે

    ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે અમદાવાદ, બનાસકાંઠા, ખેડા, અરવલ્લી, મહીસાગર અને આણંદ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સિવાય ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશો દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • 01:02 PM • 09 Aug 2024
    ખેડૂતો થઈ જાઓ સાવધાન, 48 કલાક બાદ ફરી સક્રિય થશે વરસાદી સિસ્ટમ: Paresh Goswami

     

  • 12:17 PM • 09 Aug 2024
    ગઈકાલે સાંજે વડોદરામાં વરસ્યો હતો ત્રણ ઇંચ વરસાદ

    ગઈકાલે સાંજે વડોદરા શહેરમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્રણ ઈંચ વરસાદમાં શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. 

  • 10:50 AM • 09 Aug 2024
    અત્યાર સુધીમાં ક્યાં કેટલો વરસાદ?

    રાજ્યમાં સિઝનનો એવરેજ વરસાદ 68.98 ટકા નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો 78.34 ટકા વરસાદ, કચ્છ ઝોનમાં મોસમનો કુલ 86.72 ટકા, દક્ષિણ ગુજરાતમાં 82.95 ટકા વરસાદ વરસાદ સાથે સામાન્ય કરતાં સારો વરસાદ જોવા મળ્યો છે. જ્યારે  ઉત્તર ગુજરાતમાં 51.51 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 50.73 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
     

  • ADVERTISEMENT

  • 10:24 AM • 09 Aug 2024
    હવામાન વિભાગની આગાહી

    હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, રાજ્યમાં આગામી ચાર દિવસ નહિવત વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓફ શોર ટ્રફ સિસ્ટમ હળવી થતાં સાર્વત્રિક રીતે હળવો વરસાદ વરસી શકે છે, પરંતુ ભારે વરસાદની શક્યતા જોવા મલ્ટી નથી. અત્યારસુધીમાં રાજ્યમાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર સહિતના મોટા ભાગના વિસ્તારોમાં એકધારા પડેલા વરસાદને કારણે ખેડૂતોનાં નિંદામણ સહિતનાં કામો અધૂરાં રહે છે. આ વચ્ચે વરાપ નીકળતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. જો અમદાવાદની આસપાસના વિસ્તારની વાત કરવામાં આવે તો આજે છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટાંની આગાહી કરવામાં આવી છે.

  • 10:21 AM • 09 Aug 2024
    છેલ્લા 24 કલાકમાં 108 તાલુકામાં વરસાદ

    છેલ્લા 24 કલાકમાં રાજ્યના 108 તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે. જેમાં વડોદરામાં પોણા ચાર ઈંચ, પાવી જેતપુરમાં, બોરસદ, છોટા ઉદેપુર, જાંબુઘોડામાં બે ઈંચ, બોડેલી, ગોધરા, સુરત શહેર અને પેટલાદમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. 

follow whatsapp

ADVERTISEMENT