Gujarat Rain Live: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?
ADVERTISEMENT
Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અટડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 05:36 PM • 22 Jun 2024Gujarat Rain: અમરેલીમાં મુશળધાર વરસાદ
ખાંભા ગીર પંથકમાં શરૂ થયો ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, ગામડામાં ભારે પવન સાથે રમઝટ બોલાવી હતી. ખાંભાના અનિડા, મોટા સમઢીયાળા, ઈંગોરાળા સહિત ગામોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ શરૂ થતાં ગરમીથી રાહત મળી છે.
- 05:25 PM • 22 Jun 2024Gujarat Rain: રાજ્યભરમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે 23 જૂને રવિવારે રોજ વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. આ દરમિયાન ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. ઉપરાંત રાજ્યભરમાં તમામ જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. તો અમદાવાદમાં પણ રવિવારે સાંજે કે રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જ્યારે દિવસભરનું તાપમાન 40 ડિગ્રી સુધી રહેવાનો અંદાજ છે. આ સાથે જ 24 અને 28 જૂન સુધી ગુજરાતભરમાં વરસાદની આગાહી કરાઈ છે.
વધુ વાંચો:- વાપીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, હવામાન વિભાગની આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
- 05:13 PM • 22 Jun 2024અમરેલીમાં વરસાદ
અમરેલી પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. અમરેલીના દેવભૂમિ દેવળીયા, નાના ગોખરવલા, મોટા ગોખરવલા, ચકકરગઢ ગામમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. અસહ્ય બફારા બાદ અમરેલીમાં વરસાદી માહોલ છવાયો છે.
- 04:25 PM • 22 Jun 2024અંબાજી અને હડાદ વચ્ચે ભારે વરસાદ
બનાસકાંઠાઃ અંબાજી અને હડાદ વચ્ચે ભારે વરસાદ પડ્યો છે. રાણપુર પાસે આવેલી કીડી મકોડી નદીમાં નવા નીરની આવક થઈ છે. સૂકી ભટ્ટ નદીમાં નવા નીર આવ્યા છે. ભારે ગરમી બાદ અચાનક આવેલા વરસાદે ચારેકોર પાણી કરી નાખ્યું છે. આજે આવેલા વરસાદથી અરવલ્લીની ગિરિમાળાઓમાં સુંદર નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. રાણપુર ગામ પાસે આવેલી નદીમાં ભારે પાણી વહેતું થયું છે. ચેકડેમ ઉપરથી મોટી સંખ્યામાં પાણી વહેતું જોવા મળ્યું છે.
- 03:29 PM • 22 Jun 2024Gujarat Rain: અંબાલાલ પટેલની નવી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે, જે પ્રમાણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આજે વલસાડ,દમણ,દાદરાનગર નગર હવેલી વરસાદનું ઓરેન્જ અલર્ટ છે, તાપી,સુરત,ભરૂચ નર્મદા ,જૂનાગઢ, અમરેલી,ભાવનગર,યેલો અલર્ટ છે અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
- 01:27 PM • 22 Jun 2024વલસાડમાં વરસાદી માહોલ
શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે અને ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા છે. તિથલ રોડ, હાલર ચાર રસ્તા અને બંદર રોડના નીચાણ વાળા રસ્તા ઉપર પાણી ભરાયા છે. સવારે જ રસ્તા ઉપર પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.
- 01:15 PM • 22 Jun 2024Gujarat Rain: તિથલ દરિયા કિનારે NDRFની ટીમ પહોંચી
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહીના પગલે વલસાડના તિથલ દરિયા કિનારે NDRFની ટીમ પહોંચી ગઈ છે. અલગ-અલગ વિસ્તારમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. કોઈપણ જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિમાં રેસ્ક્યુ કઈ રીતે કરવું તેના પર પણ હાલ અભ્યાસ થઈ રહ્યો છે.
- 12:43 PM • 22 Jun 2024Gujarat Rain: આજે કયા જિલ્લામાં વરસાદ ખાબકશે?
આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ ખાબકશે.
- 11:59 AM • 22 Jun 2024Gujarat Rain: છેલ્લા 4 કલાકમાં સાત તાલુકામાં મેઘો મુશળધાર
રાજ્યમાં વરસાદની રમઝટ શરૂ થઈ ગઈ છે, છેલ્લા 4 કલાકમાં સાત તાલુકામાં મેઘો વરસયો છે જેમાં વાપીમાં સૌથી વધુ પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે.
- 11:22 AM • 22 Jun 2024Gujarat Rain: 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ અને દાદાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગામી 2 દિવસ ગુજરાતમાં પવનની ગતિ 40 થી 45 કી.મી પ્રતિકલાકની રહી શકે છે. ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસે તે માટે ગુજરાતીઓને રાહ જોવી પડશે.
- 10:58 AM • 22 Jun 2024Gujarat Rain: હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે.
- 10:11 AM • 22 Jun 2024Gujarat Rain: વલસાડમાં વહેલી સવારથી જ મેઘરાજાની પધરામણી
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોએ રાહત મળી છે.
- 09:40 AM • 22 Jun 2024Gujarat Rain: 72 કલાકમાં ક્યાં-ક્યાં વરસાદની આગાહી
તેમણે જણાવ્યું કે, આગામી 72 કલાકમાં સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદમાં વરસાદની શક્યતા છે તો આહવા, ડાંગ, વલસાડ, ખંભાત, કરજણ, બોડેલી, શીનોર, તારાપુર, કપડવંજ, અમદાવાદ, વિરમગામ, પાલનપુર, મહેસાણા, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠામાં પણ વરસાદની શક્યતા છે.
- 09:17 AM • 22 Jun 2024Gujarat Rain: આવનારા દિવસોમાં Gujaratમાં વરસાદ દે ધનાધન
ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ આવશે તેને લઇને જુઓ હવામાન વિભાગે શું આગાહી કરી છે?
- 09:13 AM • 22 Jun 2024Gujarat Rain: આજે ભારે વરસાદની આગાહી
આજે રાજ્યના 14 જિલ્લાઓમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને NDRF ની 3 ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે. આ ટીમો કચ્છ, રાજકોટ અને વલસાડમાં તૈનાત કરી છે અને દરેક ટીમમાં 30 સભ્યોનો સમાવેશ થાય છે.
- 09:13 AM • 22 Jun 2024Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 30 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 30 તાલુકામાં વરસાદ ખબક્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં પડ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT