વાપીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, હવામાન વિભાગની આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain Update: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ચોમાસું જામ્યું છે. એક બાજુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે. બીજી બાજુ વલસાડના વાપીમાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
ADVERTISEMENT
Gujarat Rain Update: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ચોમાસું જામ્યું છે. એક બાજુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે. બીજી બાજુ વલસાડના વાપીમાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાપીમાં સવા બે ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા. તો ભાવનગરમાં પણ પોણા બે ઈંચ વરસાદ ખાબકડ્યો હતો. આ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી કરી છે અને વલસાડમાં NDRFની 1 ટીમને પણ તૈનાત કરી દીધી છે.
23થી 28 જૂન સુધી રાજ્યભરમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે 23 જૂને રવિવારે રોજ વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. આ દરમિયાન ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. ઉપરાંત રાજ્યભરમાં તમામ જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. તો અમદાવાદમાં પણ રવિવારે સાંજે કે રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જ્યારે દિવસભરનું તાપમાન 40 ડિગ્રી સુધી રહેવાનો અંદાજ છે. આ સાથે જ 24 અને 28 જૂન સુધી ગુજરાતભરમાં વરસાદની આગાહી કરાઈ છે.
આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
23 જૂનની આગાહી
ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નર્મદામાં ભારે વરસાદની આગાહી છે.
ADVERTISEMENT
24 જૂનની આગાહી
ભાવનગર, ભરૂચ અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદ. અમરેલી, બોટાદ, છોટા ઉદેપુર, નર્મદરા, નવસારી, વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT